નવા વર્ષની શરૂઆત થતા જ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ સોનું મોંઘુ થતુ જાય છે. ત્યારે 29 જાન્યુઆરીએ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોનામાં તેજી પર બ્રેક લાગી છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. 


[[$googlead]]

સોનાના ઘટ્યા ભાવ 

બુધવાર, 29 જાન્યુઆરી, 2025ના રોજ સોનું સતત ત્રીજા દિવસે સસ્તું થયું છે. બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. જોકે, એવી અપેક્ષાઓ છે કે સરકાર બજેટમાં આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે કે જેને સરકારે ગયા બજેટમાં ઘટાડી હતી. જો આજના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો છે. સ્થાનિક બજારમાં માગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે.

[[$alsoread]]

24 અને 22 કેરેટ સોનાની કિંમત

બુધવાર, 29 જાન્યુઆરીના રોજ, મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આવુ ઘણા સમય પછી જોવા મળ્યું કે સોનું 82,000 રૂપિયાથી નીચે આવી ગયું હોય.. 22 કેરેટનો ભાવ 75100 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે, સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું હતું, પરંતુ ત્યારથી સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે.

આ મહાનગરોમાં સોનાના ભાવ

શહેરનું નામ 22 કેરેટ ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ
દિલ્હી 75,240 82,070
ચેન્નાઇ 75,090 81,920
મુંબઇ 75,090 81,920
કોલકાતા 75,090 81,920
અમદાવાદ76,000 82900

29 જાન્યુઆરીના રોજ ચાંદીનો ભાવ

બુધવાર, 29 જાન્યુઆરીથી ચાંદી સસ્તી થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ વધીને 96,300 રૂપિયા પ્રતિ કિલો થયો છે. નબળી સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્ય જેવા ઘણા પરિબળો પર આધાર રાખે છે. સોનું માત્ર રોકાણનું સાધન નથી, તેનું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન, તેની માંગ વધે છે, જે તેના ભાવને અસર કરે છે.


  • Follow us on: