નવા વર્ષની શરૂઆત થતા જ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ સોનું મોંઘુ થતુ જાય છે. ત્યારે 28 જાન્યુઆરીએ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોનામાં તેજી પર બ્રેક લાગી છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. 


[[$googlead]]

સોનું થયુ સસ્તુ !

મંગળવારે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે. બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 28 જાન્યુઆરીએ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 230 રૂપિયાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ અને સ્થાનિક બજારમાં માંગમાં થોડો ઘટાડો થવાને કારણે સોનાના ભાવ નરમ રહ્યા.

[[$alsoread]]

24 અને 22 કેરેટ સોનાના ભાવ

મંગળવારે મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 82,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.જ્યારે 22 કેરેટનો ભાવ લગભગ 75,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું હતું. જોકે તે પછી સોનામાં થોડો સુધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે. જ્યારે 22 કેરેટ સોનું તેની મજબૂતાઈ માટે જાણીતું છે. ઝવેરીઓ 22 કેરેટ સોનાના ઘરેણાં બનાવે છે.

આ મહાનગરોમાં સોનાના ભાવ ?

શહેરનું નામ 22 કેરેટ ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ
દિલ્હી75,540 82,390
ચેન્નાઇ75,390 82,240
મુંબઇ75,390 82,240
કોલકાતા 75,539 82,240
અમદાવાદ
 75,150 81980
સુરત 
75,150 81,980

ચાંદીના ભાવ ઘટ્યા

મંગળવારે 28 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો. ચાંદીનો ભાવ 1000 રૂપિયા ઘટીને 96400 રૂપિયા પ્રતિ કિલો થયો છે. નબળી સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્ય પર આધાર રાખે છે. સોનાની કિંમત આ બધી બાબતો દ્વારા નક્કી થાય છે. ભારતમાં સોનું માત્ર રોકાણની વસ્તુ નથી, તેનું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, જે તેના ભાવને પણ અસર કરે છે.

  • Follow us on: