સોના ચાંદીના ભાવમાં દિવસ જાય તેમ ફેરફાર જોવા મળી રહ્યો છે. રોજબરોજ ભાવમાં ફેરફાર આવે છે. ત્યારે 7 એપ્રિલના ભાવની જાહેરાત કરીએ તો, સોનુ આજે સસ્તુ થયુ છે. સોનું લગભગ 700 રૂપિયા સસ્તું થયું છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું 90,600 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યું છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 83,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ વિવિધ શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ
ચાંદીનો ભાવ
સોમવાર 7 એપ્રિલ, 2025 ના રોજ ચાંદીનો ભાવ 93,900 રૂપિયા હતો. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે.
મહાનગરોમાં શું છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| દિલ્હી | 83,240 | 90,800 |
| ચેન્નાઇ | 83,090 | 90,650 |
| મુંબઇ | 83,090 | 90,650 |
| કોલકાતા | 83,090 | 90,650 |
| જયપુર | 83,240 | 90,800 |
| અમદાવાદ | 82,900 | 90,430 |
સોનું કેમ ઘટી રહ્યું છે?
અમેરિકા દ્વારા નવા ટેરિફ લાદવા અને વેપાર યુદ્ધમાં વધારો થવાને કારણે 4 એપ્રિલ, 2025 ના રોજ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. સવારે સોનાના ભાવમાં 1600 રૂપિયાનો ઘટાડો થયો, જે રોકાણકારો માટે મોટો ફટકો હતો. નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અન્ય અસરગ્રસ્ત સંપત્તિઓમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું વેચી રહ્યા છે, જેના કારણે તેના ભાવમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જ્યાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામ $3163 થી ઘટીને $3100 પ્રતિ ગ્રામ થયો. ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક બજાર દરો, આયાત જકાત, કર અને ચલણ વિનિમય દરોમાં વધઘટ પર આધાર રાખે છે, જે તેના દરોને દરરોજ અસર કરે છે.









