હાલ માંગલિક પ્રસંગોની સિઝન છે. લગ્નગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદીમાં જોર વધારે જોવા મળે છે. ત્યારે દિવસ જાય તેમ સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવી રહ્યા છે. ક્યારેય ભાવમાં ઘટાડો જોવા મળે છે તો ક્યારેક ભાવ વધે છે. ત્યારે આજે દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ છે તો ક્યાંક પેટાચૂંટણીના પરિણામ. આ બધા સોના ચાંદીના ભાવ કેટલા સ્થિર છે કે કેમ તે વિશે જાણીએ.
સોનાની કિંમત કેટલી?
શનિવારે 23 નવેમ્બરે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હી, મુંબઈ, પટના, જયપુર, લખનૌ જેવા દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,900 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 72,400 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ગઇકાલની સરખામણીએ આજે 800 રૂપિયા જેટલો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં વધતી જતી સ્થાનિક માંગ અને આંતરરાષ્ટ્રીય કારણોસર સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે વર્ષ 2025માં સોનાના ભાવમાં તેજી જોવા મળશે.
ચાંદીની કિંમત કેટલી?
વાત કરીએ ચાંદીની તો, દેશમાં એક કિલો ચાંદીની કિંમત 92,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે, દિલ્હીના સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં વધારો થયો હતો, જે ₹300 વધીને ₹93,300 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી.
| શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
| દિલ્હી | 72,400 | 78,970
|
| જયપુર | 72,400 | 78,970 |
| લખનૌ | 72,400 | 78,970 |
| મુંબઈ | 72,225 | 78,820 |
| કોલકાતા | 72,225 | 78,820 |
| અમદાવાદ | 72,300 | 78,870 |
| બેંગલુરુ | 72,225 | 78,820 |
સોનું કેમ સતત મોંઘુ થઈ રહ્યું છે?
નિષ્ણાતોના મતે સોનાએ તેની ખોવાયેલી સ્થિતિ પાછી મેળવી લીધી છે અને બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો ડૉલરની મજબૂતાઈને નજરઅંદાજ કરી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે.