સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવી રહ્યો છે. ક્યારેક ભાવ આસમાને પહોંચે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો નોંધાય છે. ત્યારે 9 જૂનના રોજ પણ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. દેશના મહાનગરોમાં સોના-ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આજે કેટલો છે સોના ચાંદીનો ભાવ


[[$googlead]]

સોનાનો આજનો ભાવ ? 

સોનું આજે 1600 રૂપિયા ઘટ્યુ છે. દિલ્હી, મુંબઇ, રાજસ્થાન જેવા શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,900 રૂપિયા થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયા પહોંચ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ સોનાનો ભાવ એક લાખ પહોંચ્યો હતો. સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે આવો જાણીએ મેટ્રો સિટીમાં આજે શું છે ભાવ.

[[$alsoread]]

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ ? 

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 

24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 89,600 97,740
દિલ્હી 89,940
 98,110
ચેન્નાઇ 89,790
 97,960
મુંબઇ 89,790 97,960
કોલકાતા 89,790 97,960

ચાંદીનો ભાવ

ચાંદીનો ભાવ આજે એકલાખને સાત હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો. પરંતુ આજે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે ચાંદીનો ભાવ 1,06,900 રૂપિયા થયો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: