સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થાય છે તો ક્યારેક આસમાને પહોંચે છે. ત્યારે 13 મેના રોજ પણ સોના ચાંદીના ભાવમાં બદલાવ જોવા મળ્યો છે. આજે સોનાના ભાવ ગઇકાલની સરખામણીએ ઘટ્યા છે. સોનાના ભાવમાં 1500 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ દેશના વિવિધ શહેરોમાં સોના ચાંદીના શું છે લેટેસ્ટ ભાવ
આજે શું છે સોનાનો ભાવ?
આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,500 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 87,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં તીવ્ર ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં નરમાઈ છે. અમેરિકાએ ચીનથી આયાત થતા માલ પર ડ્યુટી વધારવાની યોજના 90 દિવસ માટે અટકાવી દીધી, જેના કારણે વૈશ્વિક બજારોમાં વેપાર તણાવ ઓછો થયો. આ કારણે, રોકાણકારોએ સોના જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી પૈસા ઉપાડી લીધા અને અન્ય સંપત્તિઓ તરફ વળ્યા. પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો.
સોનાનો ભાવ ઘટ્યો કેમ ?
આ ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની સંભાવનાઓ અને ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ ઓછો થવા જેવા ભૂ-રાજકીય વિકાસથી પણ બજારમાં સ્થિરતાનો સંકેત મળ્યો. આનાથી સોનાની માંગમાં વધુ ઘટાડો થયો કારણ કે અનિશ્ચિતતાના સમયમાં તેને સામાન્ય રીતે સલામત વિકલ્પ માનવામાં આવે છે. આ ઉપરાંત, શેરબજારમાં તેજી અને ડોલરના મજબૂત થવાથી પણ સોનાના ભાવ પર દબાણ આવ્યું, જેના કારણે રોકાણકારોએ સોનું વેચવાનું અને નફો બુક કરવાનું શરૂ કર્યું.
દેશના મહાનગરોમાં સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| દિલ્હી | 87,650 | 95,610 |
| ચેન્નાઇ | 87,500 | 95,460 |
| મુંબઇ | 87,500 | 95,460 |
| કોલકાતા | 87,500 | 95,460 |
| જયપુર | 87,650 | 95,610 |
| અમદાવાદ | 87,700 | 95,670 |
ચાંદીનો ભાવ
મંગળવાર, 13 મે, 2025ના રોજ ચાંદીનો ભાવ 97,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે ગઈકાલના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.









