શેરબજાર આજે લાલ નિશાન સાથે ખુલ્યું છે મુખ્ય બજાર સૂચકાંક એટલે કે સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. એક તરફ, બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોના ચાંદીમાં વધારા ઘટાડાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે 21 માર્ચે સોનાના ભાવની જો વાત કરીએ તો આજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 90 હજારને પાર પહોંચ્યો છે. ગુડ રિટર્ન્સની વેબસાઇટ અનુસાર દેશમાં સોનાના ભાવ વધી રહ્યા છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 90,670 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 83,110 રૂપિયા છે. ત્યારે વિવિધ મહાનગરોમાં જાણીએ કેટલો છે આજે સોનાનો ભાવ
દેશના મહાનગરોમાં કેટલો છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
| મુંબઈમાં સોનાનો ભાવ | ₹82700 | ₹90220 |
| દિલ્હીમાં સોનાનો ભાવ | ₹82850 | ₹90370 |
| કોલકાતામાં સોનાનો ભાવ | ₹82700 | ₹90220 |
| અમદાવાદમાં સોનાનો ભાવ | ₹82560 | ₹90060 |
| ચેન્નાઇમાં સોનાનો ભાવ | ₹82700 | ₹90220 |
ચાંદીની કિંમત
ચાંદીના વાયદાની શરૂઆત પણ સુસ્ત રહી. MCX પર ચાંદીનો માર્ચનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ આજે રૂ. 392 ઘટીને રૂ. 99,000 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ રૂ. 99,392 હતો. સમાચાર લખતી વખતે, આ કોન્ટ્રેક્ટ 604 રૂપિયાના ઘટાડા સાથે 98,788 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, તે દિવસના ઉચ્ચતમ સ્તર 99,000 રૂપિયા અને દિવસના નીચલા સ્તર 98,770 રૂપિયાને સ્પર્શ્યો. ગયા અઠવાડિયે ચાંદીના વાયદાના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1,01,999ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા.
MCX પર સોનાનો ભાવ
વાયદા બજારમાં 4 એપ્રિલે સમાપ્ત થઈ રહેલા સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં સમાપ્ત થતા સોનાના કોન્ટ્રેક્ટના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 242 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું 88464.00 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ૧ કિલો ચાંદીના ભાવમાં 562 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી 98830 રૂપિયા પર કારોબાર કરી રહી છે.
મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીના ભાવ તપાસો
તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળી જશે. જ્યારે તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.









