સોનાની કિંમત 1 લાખના આંકડા સુધી પહોંચ્યા બાદ હવે તેમાં ધીમે-ધીમે ઘટાડો થઇ રહ્યો છે. સોનાના ભાવ હમણા 7-8 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછા થઇ રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં સોનાની કિંમતમાં 19 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળશે. આગામી 4થી 6 મહિનામાં સોનાની કિંમત ઓછી થતી જોવા મળશે. સોનાની કિંમત 80 હજાર સુધી થઇ શકે છે.


આગામી સમયમાં સોનાની કિંમતમાં થશે ધરખમ ઘટાડો!

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય સુરેશ કોડિયાના જણાવ્યા મુજબ, આગામી 4થી 6 મહિનામાં સોનાની કિંમત ઓછી થતી જોવા મળશે. સોનાની કિંમત 80 હજાર સુધી થઇ શકે છે. સાનામાં 10 ગ્રામની કિંમત 80 હજારથી લઇને 85 હજાર સુધી જોવા મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફથી ટૈરિફ લગાવ્યા બાદ સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ટૈરિફનો માહોલ બદલાતા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેમ ઓછી થઇ સોનાની કિંમત?

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સોનાની કિંમતોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉછાળો જ દેખાઇ રહ્યો છે. જાન્યુઆરીમાં સોનુએ લગભગ 21 ટકાનું વળતર અને એક વર્ષમાં લગભગ 32 ટકા વળતર આપ્યુ છે. આના માટે ઘણા પરિબળો જવાબદાર છે. વૈશ્વિક તણાવ અને ભૂ-રાજકીય પરિબળોને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. હવે વૈશ્વિક તણાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે. રશિયા અને યૂક્રેન વચ્ચે અમેરિકા સીઝફાયર કરાવવા માટે ઉત્સાહી છે. તેના કારણે સોનાની કિંમતને જે સમર્થન મળી રહ્યુ હતુ તે હવે ઓછું થયુ છે. જેના કારણે સોનું ભાવમાં સસ્તુ થઇ રહ્યુ છે. અને આગામી સમયમાં પણ કિંમતમાં ઘટાડો જોવા મળશે.

સોનાના ભાવ

જો આપણે હાલ સોનાના ભાવ વિશે વાત કરીએ, તો MCX પર 5 જૂન, 2025 ના રોજ સમાપ્ત થતા સોનાના કરારની કિંમત 92,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાનો ભાવ 62 રૂપિયાના વધારા સાથે 92,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.


Disclaimer: આ આર્ટીકલમાં સુચવેલા ભાવ નિષ્ણાંતોના જણાવ્યા મુજબના છે. પરંતુ સોનું-ચાંદી ખરીદતી વખતે તમારા નિષ્ણાંતોનું માર્ગદર્શન લેવું જરુરી છે. 

  • Follow us on: