સોનાના ભાવમાં સતત વધ ઘટ જોવા મળી રહી છે. જો કે હાલમાં છેલ્લા બે દિવસથી તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોનાના ભાવમાં બ્રેક વાગી છે. કારણ કે આજે સોનુ લીલા નિશાનમાં ખૂલ્યુ છે. સોનાના ભાવમાં આજે થોડો વધારો જોવા મળ્યો હતો. સતત પાંચ દિવસ સુધી ભાવ ઘટ્યા બાદ આજે સોનામાં તેજી જોવા મળી રહી છે.
સોનું કેટલુ મોંઘુ થયુ
ગઈકાલની સરખામણીમાં સોનું લગભગ 70 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ 90,400 રૂપિયાથી ઉપર છે. ચાંદીનો ભાવ 93000 રૂપિયા છે. આજે ચાંદીમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. આજે, બુધવાર 9 એપ્રિલ 2025 ના રોજ સોના અને ચાંદીના ભાવ શું છે આવો જાણીએ.
ચાંદીનો ભાવ
બુધવારે 9 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 93,000 રૂપિયા હતો. આજે ચાંદીના ભાવમાં લગભગ 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે.
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| દિલ્હી | 83,050 | 90,590 |
| ચેન્નાઇ | 82,900 | 90,440 |
| મુંબઇ | 82,900 | 90,440 |
| કોલકાતા | 82,900 | 90,440 |
| જયપુર | 82,990 | 90,520 |
| લખનૌ | 83,050 | 90,590 |
| અમદાવાદ | 82,290 | 90,490 |
સોનાના ભાવમાં તેજી કેમ
અમેરિકા દ્વારા નવા ટેરિફ લાદવા અને વેપાર યુદ્ધ વધવાને કારણે છેલ્લા ઘણા સત્રોમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થવાની અસર સ્થાનિક બજાર પર પણ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ 3163 ડોલરથી ઘટીને 3100 ડોલર પ્રતિ ગ્રામ થયો છે.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.









