અમેરિકાના ન્યૂયોર્કથી લઈ નવી દિલ્હી સુધી સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી નોંધાવી છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાના ભાવે 76 હજાર રૂપિયા થઈ ચુકયા છે. જે પ્રથમવાર છે. વિશેષ વાત તો એ છે કે, હત પાંચ કારોબારી દિવસોમાં સોનાની કિંમત 29 રૂપિયા કરતાં વધુ ફાયદો જોવા મળી ચુક્યો છે. 


જ્યારથી અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વએ પોતાના વ્યાજ દરમાં 50 બેસિસ પ્વોઈન્ટસનો વધારો કર્યો છે, ત્યારથી વિદેશી બજારથી માંડી ભારતીય બજાર સુધી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજમાં તો સોનાનો ભાવ ગત પાંચ કારોબારી દિવસોમાં 2900 રૂપિયાથી વધુ વધારો જોવા ચુકયો છે. ખાસ વાત તો એ છે કે, સોનાના ભાવે એમસીએક્સ પર 70 દિવસ પછી નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લે સોનાએ લાઈફ ટાઈમ રેકોર્ડ 17 જુલાઈએ બનાવ્યો હતો. આમ તો મંગળવારે સોનું વર્ષમાં બીજીવાર 75 હજાર રૂપિયાને પાર પહોંચ્યું હતું. પરંતુ લાઈફ ટાઈમનો રેકોર્ડ તોડી નથી શક્યો.

મળતી માહિતી અનુસાર, અમેરિકી ફેડે માત્ર 50 બેસિસ પોઈન્ટનો જ દર વધાર્યો નથી, પરંતુ ચાલુ વર્ષની બાકીની બેઠકોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે. બીજી તરફ ભૌગોલિક રાજકીય તણાવને પણ સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાં તણાવનો અંત આવી રહ્યો નથી. જેના કારણે સોનાના ભાવને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ભારતીય બજારોથી લઈને વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

2900 રૂપિયા મોંઘું થયું સોનું

એમસીએક્સ પર સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત આશરે પાંચ કારોબારી દિવસોમાં સોનાના ભાવમાં 29 રૂપિયાથી વધુ વધારો જોવા મળ્યો છે. આંકડા જોતા 1 સપ્ટેમ્બરે 73,055 રૂપિયા હતો. દે બુધવારે વધીને 76 હજાર રૂપિયાને પાર પહોંચ્યો હતો. આંકજડા જોતા વર્ષમાં સોનાના ભાવમાં રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. ગત વર્ષના છેલ્લા કારોબારી દિવસે સોનાના ભાવ 63,203 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જેમાં અત્યાર સુધી 12,797 રૂપિયાનો વધારો જોવા મળી ચુક્યો છે. આનો અર્થ છે કે પ્રતિ 10 ગ્રામ પર રોકાણકારોને સોનાથી 20.25 ટકા રિટર્ન મળી ચુક્યું છે. 

સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી

70 દિવસ પછી, સોનાના ભાવમાં એમસીએક્સ પર એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે પણ રૂપિયા 76 હજાર છે. એમસીએક્સ પર સોનાએ 76 હજાર રૂપિયા સાથે લાઈફ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જો કે, સવારે 10.20 વાગ્યે સોનાનો ભાવ 162 રૂપિયા અને 75,165 રૂપિયા પ્રતિ ગ્રામ જોવા મળી રહ્યો છે. જોકે આજે સોનાના ભાવ રૂ.75,101ના વધારા સાથે ખુલ્યા હતા. છેલ્લી વખત સોનાએ 17 જુલાઈ, 2024ના રોજ લાઈફ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે સોનાનો ભાવ 75,128 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. જો કે એક દિવસ પહેલા એટલે કે મંગળવારે સોનાની કિંમત વર્ષમાં બીજી વખત 75 હજાર રૂપિયાના સ્તરે પહોંચી હતી.

વિદેશી બજારમાં સોનાની કિંમત

બીજી બાજું વિદેશના બજારમાં સોનાની કિંમતમાં રેકોર્ડ સ્તર વધારો ઝીંકાયો છે. કોમેક્સ પર ગોલ્ડ ફચૂચરના ભાવ 2,683.40 ડોલર પ્રતિ ઔંસ પર છે, જ્યારે ગોલ્ડ સ્પોટના ભાવ 2,659.27 ડોલર પ્રતિ ઔંસ પર છે. મળતી માહિતી અનુસાર સોનાના ભાવ કોમેક્સ પર જલ્દી 2700 ડોલર પ્રતિ ઔઁસના સ્તરને વટાવી શકે છે. વર્ષ સમાપ્ત થતા પહેલા સોનાના ભાવ 3000 હજાર ડોલર પ્રતિ ઔંસની સપાટી સ્પર્શી શકે છે. 

  • Follow us on: