• સોનાના ભાવમાં 0.43 ટકાનો ઘટાડો
  • સોનું ખરીદવાની અત્યારે શ્રેષ્ઠ તક: નિષ્ણાતો
  • સોના-ચાંદીના ભાવમાં વોલેટાલિટી

બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.43 ટકા ઘટીને રૂ.50,590 પ્રતિ દસ ગ્રામ થઈ ગયો જ્યારે ચાંદીના ભાવ પણ 0.36 ટકા ઘટીને રૂ.62821 પ્રતિ કિલો થઈ ગઈ..

છેલ્લા કેટલાંક દિવસોથી કિંમતી ધાતુઓમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે બુધવારે પણ ચાલુ રહ્યો છે. એમસીએક્સ પર જ્યાં આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. સોનાનો ભાવ આજે 0.43 ટકા ઘટીને રૂ.50,590 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ પણ 0.36 ટકા ઘટીને રૂ. 62,821 પ્રતિ કિલો થયો હતો. લગ્નગાળાની સીઝન પહેલાં ખરીદદારો માટે સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક છે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

આ રીતે જાણો તમારા શહેરની કિંમત

અન્ય ટેક્સ અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના દાગીનાની કિંમત દેશભરમાં બદલાય છે. તમે મોબાઈલ પર તમારા શહેરની સોનાની કિંમત પણ ચકાસી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

જ્વેલરી બનાવવામાં 22 કેરેટનો ઉપયોગ થાય છે

ઘરેણાં બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો જ ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.


  • Follow us on: