દેશમાં દિવાળીના તહેવારો ધામધૂમથી ઉજવાઈ ગયા અને હવે માત્ર ગણતરીના પર્વ બાકી છે. ત્યારે છઠ પર્વની પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર યથાવત્ છે. હવે લગ્નસરાની સિઝન શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે સોના અને ચાંદીની ખરીદીમાં સતત વધારો થવાનો છે. આમ છતાં ગત બે દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનું 400 રૂપિયા અને ચાંદી 1000 રૂપિયા સસ્તું થયું
મળતી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હવે તેની કિંમત 80,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય જ્વેલરી સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હવે તેની કિંમત 75,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. અહીં ચાંદીની કિંમતમાં પણ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે, હવે તેની કિંમત 96,000 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે.
સોના-ચાંદીના દાગીના મોંઘા થશે
મળતી માહિતી અનુસાર, ભારતીય બજારમાં પણ તહેવારો અને લગ્નસરા નજીક છે. જેના કારણે સોના-ચાંદીના ભાવ દરરોજ વધી રહ્યા છે. દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થશે. આ પછી ભાવ વધુ વધશે, ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે.
દિલ્હી અને બીજા શહેરોમાં 24 કેરેટ સોનાનો છૂટક ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 73,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ જ રીતે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 73,690 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 80,390 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 73,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટનો ભાવ 80,440 રૂપિયા છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.













