છેલ્લા ઘણી સમયથી સોના ચાંદીના ભાવમાં વધ ઘટ જોવા મળે છે. હવે તો આજથી લગ્નની સિઝન શરૂ થઇ ગઇ તેવામાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળે જ છે. ત્યારે 16 જાન્યુઆરીના રોજ સોનાના ભાવની વાત કરીએ તો, 24 કેરેટ સોનાના ભાવમાં 110 રૂપિયાનો વધારો જ્યારે 22 કેરેટ સોનાની કિંમતમાં 100 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આવો જાણીએ મહાનગરોમાં કેટલા છે સોના
ચાંદીના લેટેસ્ટ ભાવ
આજનો ચાંદીનો ભાવ
દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 93,500 રૂપિયા છે. ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ 92,500 રૂપિયા હતો. જોકે વર્ષ 2024માં એક કિલો ચાંદીનો ભાવ 1,00,000 રૂપિયાને વટાવી ગયો હતો. ચાંદીના ભાવ હજુ સુધી તેના જૂના શિખર પર પાછા ફર્યા નથી. હવે જોવાનું એ રહે છે કે ચાંદીને તેના પહેલાના ટોચ સુધી આ વર્ષે પહોંચવામાં કેટલો સફળ રહેશે.
સ્થાનિક બજારમાં સોનાની માંગમાં વધારો
લગ્નની સિઝન દરમિયાન સોનાની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે તેના ભાવ ઊંચા રહે છે. લોકો સોનું ફક્ત ઘરેણાં બનાવવા માટે જ નહીં, પણ સલામત રોકાણ તરીકે પણ ખરીદે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મજબૂતાઈ અને રોકાણકારોના વધતા રસને કારણે તેના ભાવમાં વધુ વધારો થયો છે. હવે જોવાનું એ રહે છે કે સોનું ક્યારે 85000 રૂપિયાના સ્તરે પહોંચશે.
16 જાન્યુઆરીએ આ શહેરોમાં સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| દિલ્હી | 73,550 | 80,220 |
| જયપુર | 73,550 | 80,220 |
| લખનૌ | 73,550 | 80,220 |
| મુંબઈ | 73,400 | 80,070 |
| કોલકાતા | 73,400 | 80,070 |
| અમદાવાદ | 73,450 | 80,120 |
| બેંગલુરુ | 73,400 | 80,070 |
કિંમત કોણ નક્કી કરે છે?
સોનાની કિંમત વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. જ્યારે આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતો કહે છે કે ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સોનાની ચાલમાં વધારો થયો છે. તેમનું કહેવું છે કે ચાંદીના ઔદ્યોગિક ઉપયોગને કારણે ભાવ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સોના અને ચાંદીના ભાવે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા. નિષ્ણાતો કહે છે કે 2025 માં પણ સોનું સારું વળતર આપતું રોકાણ સાબિત થશે.
