તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા કોમોડિટી બજારમાં રોનક જોવા મળી રહી છે. સોના અને ચાંદી બંનેમાં રેકોર્ડ તોડ તેજી જોવા મળી છે. ચાંદી પ્રથમવાર એક લાખની પાર પહોંચી ગઈ છે. સોનું પણ પ્રથમવાર 81 હજાર રૂપિયાને આંબી ગયું છે. સોના-ચાંદીના છૂટક ભાવ તો ચઢયા છે જ. વાચદા ભાવમાં પણ ગઈકાલે સારી તેજી દેખાઈ હતી. જો કે, આજે બુધવારે 23 ઑક્ટોબરે એમસીએસ પર સોના અને ચાંદીમાં ઘટાડાની સાથે શરૂઆત થઈ છે.
એમસીએક્સ ઉપર સોનું 10 વાગ્યાની આસપાસ 13 રૂપિયાના ઘટાડાની સાથે 78,643 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. આ ગઈકાલે 78,656 રૂપિયાના ભઆવે બંધ થયું હતું. આ દરમ્યાન ચાંદી 512 રૂપિયાના નુકસાનની સાથે 99,460 રૂપિયાના સ્તરે હતું. ગઈકાલે 99,972 રૂપિયાની કિંમતે બંધ થયું હતું.
મંગળવારે ચાંદી પ્રથમવાર એક લાખની પાર પહોંચી હતું, તો એમસીએસ પર પણ આમાં 2600 રૂપિયાનો તગડો ઉછાળો જોવા મળ્યો હતો. સોનામાં પણ લાઈફટાઈમ હાઈનો સીલસીલો યથાવત્ છે. ગઈકાલે ગોલ્ડ મેટલે ઘરેલું માર્કેટમાં 78,700 રૂપિયાની પાસે તો આંતરરાષ્ટ્રીય બજારમાં 2760 ડોલકની ઉપર નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ગઈકાલે સોના-ચાંદીએ સર્વોચ્ચ સપાટી વટાવી હતી
દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં ગઈકાલે મંગળવારે સોનું 350 રૂપિયા વધીને 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ત આ સમયે ચાંદીનો ભાવ રૂપિયા 1,500ના ઉછાળા સાથે રૂપિયા 1 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયું હતું. ચાંદીના ભાવ સતત પાંચમા દિવસે વધ્યા હતા અને રૂપિયા 1,500 વધીને રૂ. 1.01 લાખ પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. શુક્રવારે ચાંદીની કિંમત 99,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ સિવાય 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂપિયા 350 વધીને રૂપિયા 80,600 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.
સોના-ચાંદીના ભાવ કેમ વધ્યા?
મળતી માહિતી અનુસાર, ચાંદીમાં સતત વધારાનું મુખ્ય કારણ ઔદ્યોગિક માંગ છે. આ ઉપરાંત, જ્વેલરી અને ચાંદીના વાસણોના સેગમેન્ટમાં પણ વધારો થયો છે, કારણ કે તહેવારો અને લગ્નસરા દરમિયાન સ્થાનિક જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થયો છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.









