- દેશમાં 20 જુલાઈએ સોનાના ભાવમાં થયો ઘટાડો
- મોબાઈલ ફોનના એસએમએસથી પણ સોના-ચાંદીના ભાવ જાણી શકાય છે
- અમદાવાદમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 68,190 રૂપિયા બોલાયો
દેશમાં 20મી જુલાઈ શનિવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ વાળું 10 ગ્રામ સોનાના ભાવ ઘટીને 74,490 રૂપિયા થયા છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 74,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તેમજ ચેન્નઈમાં 74,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો આનો પણ છૂટક ભાવ ઘટીને 93,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના છૂટકનો ભાવ.
મુંબઈમાં આજે સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 68,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 68,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 75,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલો છે.
દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ
| ક્રમ | શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
| 1 | ચેન્નઈ | 68,740 રૂપિયા | 74,990 રૂપિયા |
| 2 | કોલકાતા | 68,140 રૂપિયા | 74,340 રૂપિયા |
| 3 | ગુરુગ્રામ | 68,290 રૂપિયા | 74,490 રૂપિયા |
| 4 | લખનઉ | 68,290 રૂપિયા | 74,490 રૂપિયા |
| 5 | બેંગાલુરુ | 68,140 રૂપિયા | 74,340 રૂપિયા |
| 6 | જયપુર | 68,290 રૂપિયા | 74,490 રૂપિયા |
| 7 | પટણા | 68,190 રૂપિયા | 74,390 રૂપિયા
|
| 9 | ભુવનેશ્વર | 68,140 રૂપિયા | 74,340 રૂપિયા |
| 10 | હૈદ્રાબાદ | 68,140 રૂપિયા | 74,340 રૂપિયા |
અમેરિકી સોનાના રેટ સ્થિર
અમેરિકી સોનાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કાપ પછી બુધવારે સોનાના ભાવમાં રેકોર્ડ હાઈ નોંધાયો હતો. જો કે ગુરુવારે ભાવ સ્થિર રહ્યા હતા. 0051 જીએમટી સુધી ગોલ્ડની કિંમતમાં સામાન્ય ફેરફાર થયો અને આ 2,459.47 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. બુધવારે કિંમત 2,483.60 ડોલરની ઓલટાઈમ હાઈ પહોંચી ગઈ હતી. અમેરિકી ગોલ્ડ વાયદા 0.1 ટકા વધીને 2,462.50 ડોલર પર પહોંચી ગયા છે. સ્પોટ સિલ્વર 0.1 ટકાથી વધુ 30.33 ટકા ડોલર પ્રતિ ઔંસ થઈ છે.
મોબાઈલ ફોનથી મિસ્ડ કોલથી ભાવ જાણો
22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીનો છૂટક ભાવ જાણવા 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં એસએમએસથી નવા ભાવ મળશે.
સોનું ખરીદતી વેળા હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતા સમયે હંમેશા તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહક હોલમાર્કનું નિશાન જોઈને ખરીદી કરે. હોલમાર્ક સોનાની સરકારી ગેરન્ટી છે. બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્ક નક્કી કરે છે.