સોના અને ચાંદીની કિંમતમાં હંમેશા ફેરબદલ થતો રહેતો હોય છે. સોનું હંમેશા રોકાણકારોની પ્રથમ પસંદગી રહી છે. આ ઉપરાંત મહિલાને પણ સોનાના દાગીનાનો ખૂબ શોખ હોય છે. જેથી સોના અને ચાંદીની ખરીદવાનું તમે આયોજન કરી રહ્યા હોવ તો જાણો આજનો ભાવ.


આજે દેશમાં સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે 7,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રૂપિયા 7,856 પ્રતિ 10 ગ્રામ છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે ચાંદીનો ભાવ 93 હજાર પ્રતિ કિલોગ્રામ છે.

ગુરુવારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 110 રૂપિયા વધીને 80500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ 6 નવેમ્બરે તેની કિંમત 80390 રૂપિયા હતી. જો 22 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો ગુરુવારે તેની કિંમત 100 રૂપિયા વધી ગઈ હતી જે બાદ તેની કિંમત 73800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આ પહેલા 6 નવેમ્બરે તેની કિંમત 73800 રૂપિયા હતી.

18 કેરેટના ભાવમાં 80 રૂપિયાનો ઘટાડો થયો છે

આ બધા સિવાય જો 18 કેરેટ સોનાની વાત કરીએ તો ગુરુવારે તેની કિંમત 80 રૂપિયા વધીને 60380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ 6 નવેમ્બરે તેની કિંમત 60300 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેને ખરીદતી વખતે હોલમાર્ક પણ જોવો જોઈએ. આ સોનાની શુદ્ધતાની ગેરંટી છે.

ચાંદીના ભાવ સ્થિર

સોના સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો ગુરુવારે તેની કિંમત સ્થિર રહી હતી. બજાર ખુલતાની સાથે જ ચાંદીનો ભાવ 96000 રૂપિયા પ્રતિ કિલો હતો. અગાઉ 6 નવેમ્બરે પણ તેની કિંમત આ જ હતી. 

 આગળ પણ વધઘટ યથાવત્ રહેશે

મળતી માહિતી અનુસાર, દિવાળીના તહેવારો બાદ લગ્નસરા શરૂ થવાના છે. જેથી હવે આવનારા દિવસોમાં સોના અને ચાંદીની કિંમતમાં વધઘટ જોવા મળી શકે છે.

 22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

 મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.


  • Follow us on: