છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે આજે સોનાની કિંમતોમાં ફરી એકવાર ભારે ઉછાળો નોંધાયો છે. જેથી બજારમાં ખરીદી વધી છે. આ વધારાની અસર માત્ર સોના પર જ નહિ પરંતુ ચાંદીના ભાવ ઉપર પણ જોવા મળી રહી છે.એક્સચેંજ દરમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે.
સોનાના ભાવમાં ભારે ઉછાળો
રવિવારે બિહારની રાજધાની પટણામાં 22 કેરેટ સોનાની કિંમતમાં તેજી જોવા મળી. જ્યાં 68,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલા સુધી પહોંચી ગઈ, જ્યારે શનિવારે આ કિંમત 68,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ રીતે 24 કેરેટ સોનાનો ભાવ 73,250 રૂપિયાથી વધીને 73,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. આ વધારો માત્ર 22 અને 24 કેરેટ પર જ નહિ પરંતુ 18 કેરેટ સોનાના ભાવ પણ વધીને 58,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે, જે ગઈકાલે 58 રૂપિયા હતી.
એક્સચેંજ દરમાં પણ ફેરબદલ
સોના અને ચાંદીના એક્સચેંજ રેટ્સમાં પણ બદલાવ થયો છે. 22 કેરેટ સોનાનો એક્સચેંજ રેટ હવે 66,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે અગાઉ 66,750 રૂપિયા હતો. જ્યારે 18 કેરેટ સોનાનો એકેસચેંજ રેટ પણ વધીને 56,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, આ અગાઉ આ 56,500 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીનો એકસચેંજ રેટસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. જે 80,500 પ્રતિ કિલોગ્રામ થયો છે. જ્યારે અગાઉ આ 78 હજાર પ્રતિ કિલોગ્રામ હતો.
ચાંદીના ભાવમાં વધારો
સોનાની સાથે ચાંદીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. પટનામાં ચાંદીની કિંમત રવિવારે રૂપિયા 87,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી, જ્યારે એક દિવસ પહેલા તેની કિંમત 86 હજાર પ્રતિ કિલો હતી. આ વધારાથી ચાંદીના બજારમાં પણ ચહલપહલ વધી ગઈ છે અને રોકાણકારોમાં આ કિંમતી ધાતુની માંગ ઝડપથી વધી રહી છે.
સોનાની શુદ્ધતાની ખબર કેવી રીતે પડે?
સોનાની શુદ્ધતાને નક્કી કરવા હોલમાર્ક હોય છે. 24 કેરેટ સોનાના દાગીના ઉપર 999, 23 કેરેટ ઉપર 958 અને 22 કેરેટ ઉપર 916, તેમજ 21 કેરેટના સોના ઉપર 875 વળી 18 કેરેટ સોના પર 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટનું વેચાય છે. પરંતુ કેટલાક લોકો 18 કેરેટ ધરાવતા સોનાના દાગીના બનાવવા હોય છે. ઉલ્લેખનીય છે કે, સોનમાં 24થી વધુ કેરેટ સોનું નથી હોતું. સોનું જેટલું વધુ કેરેટ ધરાવતું હોય એટલું જ એ શુદ્ધ હોય છે.