આજે દેશ-દુનિયામાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. જેથી દુનિયાભરમાં સોના-ચાંદીના ભાવમાં બંપર ઉછાળો નોંધાયો છે. ધનતેરસ અને તેના આગામી બે દિવસમાં સોનામાં રૂપિયા 1530નો વધારો થયો છે. આજે ગુરુવારે દિવાળીના દિવસે પણ વધારો ઝીંકાયો છે. 31 ઑકટોબરે સોનામાં 150થી 170 રૂપિયા વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે આજે 22 કેરેટ સોનાનો રેટ 74,550 રૂપિયા છે.
અત્યારે બજારમાં સોનાના ભાવ તેના ઓલટાઈમ હાઈ સ્તરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું COMEX પર 2800 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 23 ઑક્ટોબરના રોજ ચાંદીએ રૂપિયા 1.04 લાખની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. હાલમાં ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 1,09,000 છે. જો કે અહીં ચાંદીના ભાવ દેશમાં સૌથી વધુ છે.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, COMEX પર સોનું 2 ડોલરના વધારા સાથે 2800 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે 30 ઑક્ટોબરના રોજ સોનું 2813 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ હતું. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને તે 33.70 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીએ પણ 34.04 ડોલરની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.