દેશમાં લગ્નસરા શરૂ થાય તે પહેલા સોનાના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. આજે 10 નવેમ્બર રવિવારે સોનાની કિંમતમાં ફેરફાર થયો છે. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 79,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને લખનઉમાં 24 કેરેટ સોનાની કિંમત 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત દિલ્હીમાં 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. મુંબઈ, પૂણે, કોલકાતા અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી અને 24 કેરેટ સોનાનો ભાવ 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.
આ ઉપરાંત ચાંદીનો ભાવ 94,000 રૂપિયા પ્રતિ કિલો રહયો છે, જે ઘણા દિવસોથી સ્થિર છે. અત્યારે સોના અને ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ આગામી લગ્નસરાની અને તહેવારો દરમિયાન તેની માંગમાં વધારો થવાની ધારણા છે.
સોનાના ભાવમાં આ વધઘટ રોકાણકારો અને ખરીદદારોને અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગ વધવાની હોય છે, જેના પરિણામે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.
દેશન મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ
| ક્રમ | શહેર | 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ | 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ |
| 1 | દિલ્હી | 72,900 રૂપિયા | 79,510 રૂપિયા |
| 2 | જયપુર | 72,900 રૂપિયા | 79,410 રૂપિયા |
| 3 | પટણા | 72,800 રૂપિયા | 79,410 રૂપિયા |
| 4 | હૈદરાબાદ | 72,750 રૂપિયા | 79,360 રૂપિયા |
| 5 | અમદાવાદ | 72,800 રૂપિયા | 79,410 રૂપિયા |
| 6 | લખનઉ | 72,900 રૂપિયા | 79,510 રૂપિયા |
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.