સોના અને ચાંદીના વાયદા ભાવ આ અઠવાડિયે સતત ઘટાડાની સાથે ખુલ્યા છે. આજે 8 નવેમ્બર શુક્રવારે પણ સોના અને ચાંદીના વાયદા ભાવ ઘટાડા સાથે ખુલ્યા છે. જો કે, ગુરુવારે આના ભાવ ઘટાડાની સાથે ખુલ્યા પછી તેજીની સાથે બંધ થયા હતા. આજે સોનાનો વાયદા ભાવ 77,350 રૂપિયાની નજીક છે, જ્યારે ચાંદીનો વાયદા ભાવ 92 હજાર રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીના વાયદા ભાવમાં તેજ શરૂઆત પછી ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનાના વાયદા ભાવ નરમ
સોનાના વાયદા ભાવનો પ્રારંભ ઘટાડાની સાથે થયો હતો. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ ઉપર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 31 રૂપિયાના ઘટાડા સાથે 77,380 રૂપિયાની કિંમતે ખુલ્યો છે. આ કોન્ટ્રાક્ટ 40 રૂપિયાના ઘટાડાની સાથે 77,371 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 77,408 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 77,349 રૂપિયાના ભાવ પર દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. સોનાનો વાયદા ભાવ આ વર્ષે 79,775 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
ચાંદીના ભાવમાં કડાકો
ચાંદીના વાયદા ભાવની શરૂઆત પણ સુસ્ત રહી હતી. એમસીએ્કસ ઉપર ચાંદીનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 89 રૂપિયાના ઘટાડા સાથે 92,224 રૂપિયા પર ખુલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 274 રૂપિયાના ઘટાડાની સાથે 92,039 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 92,224 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 92 હજાર રૂપિયાના ભાવે દિવસના નીચલા લેવલને સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદા ભાવે 1,00081 રૂપિયાના ભાવ પર ઉચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત શરૂઆત બાદ સોના-ચાંદીના ભાવ ઘટયા
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. પરંતુ પાછળથી તેના ભાવ નરમ પડવા લાગ્યા છે. કોમેક્સ પર સોનું 2,714.60 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું હતું. અગાઉનો બંધ ભાવ 2,705.80 ડોલર પ્રતિ ઔંસ હતો. છેલ્લે તે 3.50 ડોલરની નીચે 2,702.30 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદો 32.15 ડોલર પર ખુલ્યો હતો, જે અગાઉનો બંધ ભાવ 31.85 ડોલર હતો. છેલ્લે આ 0.04 ડોલરના ઘટાડા સાથે 31.81 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.