• એમસીએક્સ પર બુધવારે સોનું 202 રૂપિયા ઘટ્યું
  • બુધવારે સોનું 50471 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે થયું બંધ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવ્યો મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગુરુવારે 19 ઓક્ટોબરના ઘટાડાની અસર જોવા મળી. ભારતીય વાયદા બજાર પર ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ દોઢ ટકાથી વધારે તૂટ્યો છે તો ચાંદીનો ભાવ પણ 2.50 ટકા ઘટ્યો છે. ભારતીય વાયદા બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ શરૂઆતમાં 0.23 ટકા ઘટ્યો હતો. ચાંદીનો ભોવ પણ 0.69 ટકા ઘટ્યો છે. દિવાળી અને ધનતેરસ નજીક હોવા છતાં હાજર વાયદા સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે.

ગુરુવારે સોનાના ભાવ 103 રૂપિયા ઘટ્યા

આજે 24 કેરેટ સોનાના ભાવ 103 રૂપિયા ઘટ્યા છે અને સાથે નવો ભાવ 50096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સોનાનો ભાવ આજે 50100 રૂપિયા પર ખૂલ્યો હતો. એકવાર તે 50065 સુધી થયો અને પછી તેમાં મજબૂતી આવી અને સાથે નવો ભાવ 50096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

ચાંદીના ભાવમાં 389 રૂપિયાનો થયો ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ આજે 389 રૂપિયા ઘટ્યો છે અને સાથે 55625 રૂપિયા થયો છે. ચાંદીનો ભાવ 55614 રૂપિયાએ ખૂલ્યો હતો. એકવાર તે 55695 સુધી પહોંચ્યો અને પછી 55625 રૂપિયા પર રહ્યો. એમસીએક્સ પર બુધવારે સોનાનો ભાવ 202 રૂપિયા ઘટીને 50212 પર બંધ થયો હતો. આ રીતે ચાંદીના ભાવ પણ 304 રૂપિયા ઘટીને 56050 રૂપિયા થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટ્યા ભાવ

અહીં સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. સોનાનો હાજર ભાવ 1.60 ટકા ઘટીને 1626.05 પર બંધ થયો હતો અને સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ ઘટ્યા છે. ચાંદીના ભાવ ગુરુવારે 2.52 ટકા વધીને 18.3 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.

હાજર બજારમાં નરમાશ

નબળા વૈશ્વિક વલણના કારણે દિલ્હીમાં બુધવારે સોનું 276 રૂપિયાના ઘટાડાની સાથે 50471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મંગળવારે આ ધાતુની કિંમત 50747 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદી પણ 487 રૂપિયા ઘટીને 56406 રૂપિયા પ્રતિ કિલો થયું છે. કારોબારી સત્રમાં તેનો ભાવ 56893 રૂપિયા પ્રતિ કિલો હતું.  

  • Follow us on: