બજેટ બાદ સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 4 ફેબ્રુઆરી મંગળવારે સોનું સસ્તુ થયુ છે. આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવ 400 રૂપિયા સુધી ઘટ્યા છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ સરેરાશ 84100ની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. મહત્વનુ છે કે સરકારે સોના પર બજેટમાં કોઇ આયાત ડ્યુટીમાં વધારો કર્યો નથી. પરિણામે સોનામાં ઇનવેસ્ટ કરનારને રાહત મળી છે. જો કે ગ્રાહકોને પણ તેનો ફાયદો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે પણ ઘટ્યા છે.


[[$googlead]]

કેમ સોનાનો ભાવ 84000ને પાર ?

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ અને યુએસ નીતિઓમાં ફેરફારને કારણે રોકાણકારો સોનાને સલામત રોકાણ માનીને તેમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેના ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે જો વ્યાજ દર ઘટશે અને બજારમાં અનિશ્ચિતતા રહેશે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ભારતમાં લગ્ન અને તહેવારો દરમિયાન સોનાની માંગ વધે છે, જેના કારણે આગામી મહિનાઓમાં તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે.

[[$alsoread]]

દેશના આ મહાનગરોમાં સોનાનો ભાવ 

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 77,190 84,190
ચેન્નાઇ 77,040 84,040
મુંબઇ 77,040 84,040
કોલકાતા 77,040 84,040
અમદાવાદ 78,150 85,250

4 ફેબ્રુઆરીના રોજ ચાંદીનો ભાવ

મંગળવારે 4 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીના માર્ચ વાયદા લગભગ રૂ. 150 ઘટીને રૂ. 94100 પ્રતિ કિલો થયો છે.

દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતી આયાત જકાત, કરવેરા અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેવા વિવિધ પરિબળોને કારણે બદલાય છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી પણ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે તેની કિંમતો પણ વધે છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરે છે.


  • Follow us on: