ધનતેરસ અને દિવાળીના તહેવારોને લઈ બજારમાં ખરીદીનો માહોલ છે. આ તહેવારોની સિઝનમાં દાગીનાની ધૂમ ખરીદી થઈ રહી છે. લોકોની નજરોમાં સોના અને ચાંદીના ભાવ પર ટકેલી રહે છે. પરંતુ અત્યારના સમયે સોનાનો ભાવ સતત વધતો રહ્યો છે. બીજી તરફ ચાંદી પણ નરમ થવાનું નામ નથી લઈ રહી. આ બંને ધાતુઓની કિંમતો પોતાના ઓલટાઈમ હાઈ સપાટીએ બનેલો છે.
આજે 24 કેરેટ સોનાના ભાવ 78,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 79,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. આ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 73,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 61,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 62,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદીના ભાવમાં સ્થિરતા
ચાંદીના ભાવ આજે સ્થિર છે. ગઈકાલની જેમ આજે પણ ચાંદીનો ભાવ 97,000 રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર છે. જૂના ચાંદીના આભૂષણોનો વિનિમય દર પણ 90,000 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે.
જૂના ઘરેણાંના એક્સચેંજ દરમાં વધારો
22 કેરેટ જૂના સોનાના દાગીનાનો દર જ ગઈકાલે 71,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો તે આજે વધીને 72,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેવી જ રીતે 18 કેરેટ જ્વેલરીનો એક્સચેન્જ રેટ 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 60,700 રૂપિયા થયો છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.