સોનાના વાયદા કારોબારમાં આજે સુસ્તી જોવા મળી રહી છે. જ્યારે ચાંદીના વાયદા ભાવમાં તેજીની સાથે કારોબાર કરી રહ્યો છે. આજે ગુરુવાર ત્રીજી ઑક્ટોબરે સોનાનો વાયદા ભાવ 76,150 રૂપિયાની નજીક, જ્યારે ચાંદીનો વાયદા ભાવ 91,850 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
સોનાના વાયદા ભાવ નરમ
સોનાના વાયદા ભાવની શરૂઆત આજે નરમાઈની સાથે થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ ઉપર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 276 રૂપિયાના ઘટાડાની સાથે 76,114 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 215 રૂપિયાના ઘટાડા સાથે 76,175 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 76,183 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 76,100 રૂપિયાના દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. સોનાનો વાયદા ભાવે આ વર્ષે 76,589 રૂપિયાના ભાવે ઓલટાઈમ સ્તરને સ્પર્શ કર્યો હતો.
ચાંદીના વાયદાના ભાવ વધ્યા
ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી. એમસીએક્સ પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂપિયા 469ના વધારા સાથે રૂપિયા 91,844 પર ખુલ્યો હતો. છેલ્લે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 485ના ઉછાળા સાથે રૂપિયા 91,860 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસના ઉચ્ચ સ્તરે રૂપિયા 91,885 અને દિવસની નીચી સપાટી રૂપિયા 91,746 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળી
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. કોમેક્સ પર સોનું 2,679.89 પ્રતિ ડોલર ઔંસ પર ખુલ્યું છે. અગાઉનો બંધ ભાવ 2,669.70 ડોલર પ્રતિ ઔંસ હતો. 8.60 ડોલરના વધારા સાથે 2,678.30 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો 32.10 ડોલર પર ખુલ્યો, જે અગાઉનો બંધ ભાવ 31.92 ડોલર હતો. છેલ્લે તે 0.15 ડોલરના વધારા સાથે 32.07 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.