- આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં આવ્યો ઘટાડો
- ગત અઠવાડિયે ભારતીય સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં થયો હતો વધારો
- છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો
ભારતીય વાયદા બજારમાં આજે એટલે કે સોમવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો સાથે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ સોમવારે શરૂઆતમાં 0.04 ટકાનો વધારો થયો છે. તો સાથે ચાંદીનો ભાવ આજે એમસીએક્સ પર 0.06 ટકા ઘટ્યો છે.
સોનાના ભાવમાં 20 રૂપિયાનો વધારો
આજે 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 20 રૂપિયા વધીને 50250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, સોનાના ભાવ આજે 50266 રૂપિયા રહ્યો છે. ખૂલ્યા બાદ તે 50299 રૂપિયા સુધી પહોંચ્યો હતો. થોડી વાર પછી નબળો પડ્યો અને 50250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો રેટ આજે 36 રૂપિયા ઘટ્યો છે અને સાથે 57444 રૂપિયા થયો છે. ચાંદીનો ભાવ 57307 રૂપિયા પર ખૂલ્યો છે. ચાંદીનો ભાવ થોડો ઘટ્યો છે અને 57444 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો કાયમ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીએ અઠવાડિયાની શરૂઆત ઘટાડા સાથે કરી છે. સોના અને ચાંદીના ભાવ આજે ઘટ્યા છે. સોનાનો હાજર ભાવ આજે 0.15 ટકા ઘટ્યા છે અને 1642.67 ડોલર પ્રતિ ઓંસ થયા છે. આ સાથે ચાંદીના ભાવ ઘટ્યા છે. ચાંદીનો હાજર ભાવ 0.41 ટકા તૂટ્યો છે અને 19.17 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.
ગયા અઠવાડિયે સર્રાફા બજારમાં આવ્યો વધારો
ગયા અઠવાડિયે ભારતીય સર્રાફા બજારમાં સોનાની સાપ્તાહિક કિંમતમાં વધારો થયો હતો. આ સાથે ચાંદી પણ મોંઘી થઈ છે. છેલ્લા કારોબારી માર્કેટમાં સોનાના ભાવમાં 58 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો તો સાથે ચાંદીના ભાવમાં 823 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ગયા અઠવાડિયે 24-28 ઓક્ટોબરમાં 25 ઓક્ટોબરે સોનાનો ભાવ 50444 રહ્યો હતો જે શુક્રવારે 50505 રૂપિયા થયો હતો. ચાંદી 56596થી વધીને 57419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે.