ધનતેરસ-દિવાળીના તહેવારોની સિઝન પહેલા આજે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 28 ઑકટોબર સોમવારે દેશમાં સોનાનો ભાવ 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલાની ઉપર છે. એકદમ શુદ્ધ સોના માટે જાણીતા 24 કેરેટના સોનાની કિંમત 80,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દાગીના ખરીદવા માટે 22 કેરેટ સોનું જે બીજી મિક્સ ધાતુ કરીને દાગીના ઘડવામાં આવે છે. આના લીધે આ વધુ ટકાઉ હોય છે. આજે 22 કેરેટ સોનાની કિંમત 73,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ
| ક્રમ | શહેર | 22 કેરેટ સોનાનો આજનો ભાવ રૂપિયામાં | 24 કેરેટ સોનાનો આજનો ભાવ રૂપિયામાં |
| 1 | દિલ્હી | 73,740 રૂપિયા | 80,430 રૂપિયા |
| 2 | કોલકાતા | 73,150 રૂપિયા | 79,800 રૂપિયા |
| 3 | મુંબઈ | 73,150 રૂપિયા | 79,800 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 73,150 રૂપિયા | 79,800 રૂપિયા |
| 5 | અમદાવાદ | 73,640 રૂપિયા | 80,330 રૂપિયા |
ચાંદીના ભાવ
બુલિયન માર્કેટ દ્વારા સોમવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના નવા ભાવ અનુસાર, આજે 28 ઑક્ટોબર, 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત 98,000 રૂપિયા ચાલી રહી છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.