- સોનાનો એક તોલાનો ભાવ 74,100 રૂપિયા ઓલટાઈમ હાઈ સપાટીએ
- એક કિલો ચાંદોના ભાવ 86,600 રૂપિયા થયો
- લગ્નસરા હોવાથી હજી સોના-ચાંદીના ભાવમાં હજી વધારો નોંધાશે
દેશની રાજધાની દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે સોનું 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ગયું હતું. મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં સોનું 400 રૂપિયા વધીને રૂ. 74,100ની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 73,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે, ચાંદીનો ભાવ રૂ. 100 વધીને રૂ. 86,600 પ્રતિ કિલોની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે “વિદેશી બજારોમાં મજબૂતીના સંકેતો વચ્ચે દિલ્હીના બજારોમાં સોનાનો હાજર ભાવ (24 કેરેટ) રૂ. 74,100 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આ અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 400 વધુ છે. વળી આ ઉપરાંત ચૈત્ર નવરાત્રી સમાપ્તી બાદ લગ્નસરા શરૂ થયો છે જેથી સોના અને ચાંદીમાં ખરીદીનો માહોલ થતા ભાવ વધ્યા હોવાનું સામે આવ્યું છે.













