આજે શનિવાર 26 ઑક્ટોબર દેશમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ 79,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલાની આસપાસ છે. દેશની રાજધાની દિલ્હીમાં 79,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આગળ ધનતેરસ અને દિવાળીના પ્રસંગે સોનાના ભાવમાં વધારો ઝીંકાવાનો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 26 ઑક્ટોબરે ચાંદી તૂટીને 97,900 રૂપિયા પ્રતિ એક કિલો થઈ છે
દિલ્હી, ગુરુગ્રામ અને નોએડામાં સોનાની કિંમત
દેશના રાજધાની નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 73,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આશરે 79,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદ્રાબાદ અને ભુવેનેશ્વરમાં સોનાનો ભાવ
આ બંને શહેરોમાં 22 કેરોટ સોનાનો ભાવ 72,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો રેટ 79,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ અને ભોપાલમાં સોનાનો ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 73,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 79,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ધનતેરસ-દિવાળી પર ભાવમાં ફેરફાર થઈ શકે છે
ધનતેરસનો તહેવાર માત્ર સમૃદ્ધિનું પ્રતીક નથી, પરંતુ તે સૌભાગ્ય અને સુખનું પણ પ્રતીક છે. પરિવારોમાં એવી પરંપરા રહી છે કે તેઓ આ દિવસે સોનાના આભૂષણો, ચાંદીની વસ્તુઓ, વાસણો અને અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદે છે. આ દિવસે ખરીદેલી વસ્તુઓ હંમેશા સુખ અને સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ ધનતેરસ પર સોનાની માંગ 15-20 ટકા ઘટી શકે છે. તેની પાછળનું કારણ સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો હોઈ શકે છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
સોનું ખરીદતા પહેલા આ જાણી લો
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.