દેશભરમાં અત્યારે દિવાળી પર્વને લઈ બજારોમાં ભારે ખરીદી અને ઉત્સાહનો માહોલ છે. અત્યારના દિવસોમાં લોકો સોના અને ચાંદીમાં રોકાણ કરે છે. આ ઉપરાંત ટૂંક સમયમાં લગ્નસરાની સિઝન શરૂ થશે ત્યારે લોકો અત્યારથી સોના અને ચાંદીના દાગીના માટે પણ બજારમાં ખરીદી શરૂ કરી છે.જો તમે પણ સોનું અથવા ચાંદી ખરીદવાનું આયોજન કરતા હોવ તો જાણી લો આજનો નવો ભાવ.
સોનાનો આજનો ભાવ
મળતી માહિતી અનુસાર, દેશની રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં વેચાતા સોનાની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભા 75,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો 79,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાણ થઈ રહ્યું છે.
દેશના મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (1 નવેમ્બર-2024)
| ક્રમ | શહેર | 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ | 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ |
| 1 | દિલ્હી | 74,710 રૂપિયા | 81,490 રૂપિયા |
| 2 | કોલકાતા | 74,560 રૂપિયા | 81,340 રૂપિયા |
| 3 | મુંબઈ | 74,560 રૂપિયા | 81,340 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 74,560 રૂપિયા | 81,340 રૂપિયા |
| 5 | અમદાવાદ | 74,610 રૂપિયા | 81,280 રૂપિયા |
ચાંદીનો આજનો ભાવ
મળતી માહિતી અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં વેચાણ થઈ રહેલા ચાંદીનો આજના ભાવમાં સ્થિરતા જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, બુલિયન માર્કેટમાં ચાંદી 1,09,000ના પ્રતિ કિલોગ્રામના દરથી વેચાઈ રહી છે. જે આજે પણ આ રેટથી પણ વેચાશે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.