દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરબદલ આવી રહ્યો છે. ગત કેટલાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થઈ રહી છે. જો કે, હવે દેશમાં લગ્નસરા શરૂ થતા ફરી એકવાર દિવાળીના તહેવાર બાદ ફરી માર્કેટમાં રોનક જોવા મળી રહી છે. જો તમે આજે સોના અને ચાંદીના દાગીના ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો આજે બુલિયન માર્કેટના ભાવ જાણી લો. આજે 13 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં કડાકો
મળતી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. આજે શુદ્ધ સોનાના ભાવ 1600 રૂપિયા ઘટયા છે. હવે આનો ભાવ 77,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત દાગીના બનાવાતા સોનાના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાયો છે. હવે આના ભાવ 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચાંદીના ભાવ પણ 2500 રૂપિયા ઓછા થયા છે. હવે ચાંદીના ભાવ 91,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
 
ગ્રાહકો દાગીના ખરીદવમાં વ્યસ્ત
મળતી માહિતી અનુસાર, લગ્નસરામાં ઓછા વજનના ઘરેણાં વધુ વેચાય છે. હાલમાં બજારોમાં 18 અને 14 કેરેટના સોનાના દાગીનાની માંગ વધુ છે. માર્કેટમાં સતત વધતી કિંમતોને કારણે ગ્રાહકો ઓછા વજનની જ્વેલરી વધુ ખરીદી રહ્યા છે. તેઓ ડિઝાઈનીંગ જ્વેલરી ખરીદવાને બદલે માત્ર સસ્તા ઘરેણાં જ પસંદ કરી રહ્યા છે.

લગ્નસરાને લીધે સોના-ચાંદીના ભાવ વધવાની આશંકા
મળતી માહિતી અનુસાર, આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. સોનામાં 1600 રૂપિયા અને ચાંદીમાં 2500 રૂપિયાનો ભારે ઘટાડો નોંધાયો છે. આગામી થોડા દિવસોમાં બંને કીમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ લગ્નસરાને કારણે ફરીથી બંનેના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. જો કે હાલમાં બજારમાં જ્વેલરીની માંગ ઓછી છે. સોના-ચાંદીના ઊંચા ભાવને કારણે લોકો હળવા ઘરેણાં ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

સોનાની શુદ્ધતા કઈ રીતે જાણશો?
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.
  • Follow us on: