દેશમાં દિવાળી, બેસતા વર્ષના તહેવારો પૂર્ણ થતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલું માર્કેટમાં સોનાનો વાયદા ભાવ બુધવારે સવારે ઘટાડા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્ચસેંજ પર 5 ડિસેમ્બરની ડિલીવરી વાળું સોનું બુધવારે 0.24 ટકા અથવા 186 અંકના ઘટાડાની સાથે 78,321 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરતો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે પણ સોનાની કિંમતોમાં બુધવારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં જોરદાર મંદી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ બુધવારે સવારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, સોનાની સરખામણમીમાં ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેંજ પર શરૂઆતના ગાળાના કારોબારમાં પાંચ ડિસેમ્બર 2024ના ડિલીવરી વાળું ચાંદી 1.55 ટકા અથવા 1486 રૂપિયાના ઘટાડા સાથે 93,180 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી જોવા મળી. જ્યારે પાંચ માર્ચ 2025ની કોન્ટ્રાક્ટ ચાંદી આ સમયે 1.45 ટકા અથવા 1411 રૂપિયાના ઘટાડા સાથે 95,674 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી જોવા મળી છે.
સોનાના વૈશ્વિક ભાવમાં કડાકો બોલાયો
સોનાની વૈશ્વિક કિંમતોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, કોમેક્સ પર સોનાનો વૈશ્વિક ભાવ 0.11 ટકા અથવા 2.99 ડોલરના ઘટાડા સાથે 2746.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતું જોવા મળ્યો. જ્યારે ગોલ્ડ સ્પોટ 0.34 ટકા અથવા 9.32 ડોલરના ઘટાડાની સાથે 2734.67 ડોલર પ્રતિ ઔંસ પર વેચાણમાં છે.
વૈશ્વિક ચાંદીના ભાવમાં ઘટાડો
બુધવારે સવારે વૈશ્વિક ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર, ચાંદી 1.75 ટકા અથવા 0.57 ડોલર ઘટીને 32.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જ્યારે ચાંદીની હાજર 1.71 ટકા અથવા 0.56 ડોલરના ઘટાડા સાથે 32.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
સોનું ખરીદતા પહેલા આ જાણી લો
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.