પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે. પિતૃપક્ષ પ્રારંભ થઈ જતા બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી હોય. યુપી હોય કે મુંબઈ. 19 સપ્ટેમ્બરે ગુરુવારે સોનાની ચમક ફરી ફીકી પડી છે. બજાર ખુલતાની સાથે સોનું 160 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ આજે ફરી એક હજાર રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો આવ્યો છે. જે બાદ તેની કિંમત 91 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીનો ભાવ દરરોજ ટેક્સ અને એકસાઈઝ ડયૂટીને લીધે વધઘટ થતી રહે છે.
સોનાના 18 કેરેટનો ભાવ 120 રૂપિયો તૂટયો
આ સિવાય વાત કરીએ 18 કેરેટ સોનાની તો ગુરુવારે બજારમાં તેનો ભાવ 120 ઘટીને 56,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે 18 સપ્ટેમ્બરે આનો ભાવ 56,290 રૂપિયા હતો. ઉલ્લેકનીય છે કે, સોનાની ખરીદી પહેલા તેની શુદ્ધતાની જરૂર તપાસ કરવી જોઈએ. આ સિવાય હોલમાર્ક પણ જોવો જોઈએ. આમ તો 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ મનાય છે, પરંતુ દાગીના માટે 18થી 22 કેરેટ સોનું યોગ્ય હોય છે.
બે દિવસમાં ચાંદી બે હજાર રૂપિયા સસ્તી થઈ
સોના સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો ગુરુવારે તેની કિંમતમાં ફરી ઘટાડો આવ્યો છે. બે દિવસમાં ચાંદી બે હજાર પ્રતિ કિલો તૂટ્યો છે. ગુરુવારે બુલિયન માર્કેટ ઓપન થતા ચાંદી એક હજાર રૂપિયા પ્રતિ કિલો તૂટીને 91 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ છે. આ અગાઉ 18 સપ્ટેમ્બરે આનો ભાવ 92 હજાર રૂપિયા પ્રતિ કિલો હતી.
સોના-ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહેશે
સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયા પહેલા બે દિવસ પહેલા બે દિવસ સોના-ચાંદીના ભાવ સતત વધ્યા, પરંતુ હવે બે દિવસથી તેના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. હજી આગળ આ ભાવમાં થોડી વધઘટ થઈ શકે છે.
સોની ખરીદતા પહેલા આ જાણી લો
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.