થોડાક દિવસો પછી તહેવારોની સિઝન શરૂ થવાની છે. નવરાત્રીથી લઈ દિવાળી અને એ બાદ લગ્નસરા શરૂ થશે ત્યારે દેશમાં સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 496 રૂપિયા વધીને 75,260 રૂપિયા થયો છે. જેથી સોનું પહેલીવાર 75 હજારની સપાટીએ પહોંચ્યું છે.
આ અઠવાડિયામાં સોનું 1,167 રૂપિયા મોંઘું થયું છે. મંગળવારે આનો ભાવ 74,764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. ચાંદી આજે 2,328 રૂપિયા મોંઘી થઈ 90,730 રૂપિયે કિલો પર પહોંચી છે. આ અગાઉ ચાંદી 88,402 રૂપિયા પર હતી. આ વર્ષે ચાંદી 29મેના રોજ પોતાના ઓલટાઈમ હાઈ 94,280 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ચુકી હતી.
MCX ઉપર 26 સપ્ટેમ્બરનો સોનાનો છૂટક ભાવ
આજે 26 સપ્ટેમ્બર ગુરુવાર દેશના જુદાજુદા શહેરોમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 70,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 77,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, મુંબઈમાં આ 70,610 રૂપિયા અને 77,030 રૂપિયા છે. અમદાવાદ અને ગુરુગ્રામમાં પણ સોનાનો રેટ લગભવ સરખો છે. જ્યાં 22 કરેટ સોનાની કિંમત 70,660 રૂપિયા અને 70,760 રૂપિયા છે.
ઘડામણ ચાર્જ અને ટેક્સના ભાવ અલગથી
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી જાહેર કિંમતોનો જુદીજુદી શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આઈબીજેએ તરફથી જાહેર કરાયેલા ભાવ ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતું. દાગીના ખરીદતા સમયે સોના અને ચાંદીના રેટ ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ
સોના-ચાંદીની કિંમત તમે ઘરે બેઠા-બેઠા મિસ્ડ કોલથી પણ ચેક કરી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડના ભાવ જાણવા માટે તમે 8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમને મોબાઈલ ઉપર એસએમએસથી નવા ભાવની જાણકારી મળશે.