આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણ અને ઘરેલું સ્તરે લગ્નસરા અને તહેવારોની સિઝન માટે ખરીદી વધવાથી બુલિયન માર્કેટમાં કારોબારી અઠવાડિયાના છેલ્લા દિવસે સોનું બે મહિનાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં આશરે બે હજાર રૂપિયા વધ્યા છે. ગત બે દિવસમાં ચાંદીમાં આશરે ચાર હજાર રૂપિયયા મોંઘી થઈ છે. જેથી ચાર દિવસના ગાળામાં ચાંદી આશરે 5,200 રૂપિયા કિલો મોંઘી થઈ છે.
દિલ્હીમાં સોનું મોંઘું
મળતી માહિતી અનુસાર, ઘરેલું બજારમાં લેવાવી સારી રહેતા દિલ્હીના બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાના ભાવમાં આશરે 1,200 રૂપિયાનો વધારો નોંધાય છે. જેથી સોનામાં બે મહિનાનો રેકોર્ડ હાઈ 75,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. આ અગાઉ સોનું ગુરુવારે 74,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ દરમિયાન 99.5 ટકા શુદ્ધ સોનું 1,200 રૂપિયાની તેજીની સાથે 75,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. આની પહેલા ગુરુવારે આ 74 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે એક તોલા પર બંધ થયું હતું.
લગ્નસરા અને તહેવારો માટે સોના-ચાંદીની માંગ વધી
મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત સંકેતના કારણે ઘરેલું બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. રોકાણકારોને આશા છે કે, અમેરિરકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વધુ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો કાપ મૂકી શકે છે. આના કારણે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી બોલાઈ છે. આ ઉપરાંત લગ્નસરા અને તહેવોરાની સિઝન શરૂ થઈ જવાથી આની ખરીદી વધી રહી છે. ખરીદાર સોનું ખરીદવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જેથી સોનાના ભાવ વધી ગયા છે.
ચાર દિવસમાં ચાંદીના ભાવમાં 5,200 રૂપિયાનો વધારો
ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. બે હજાર રૂપિયાની તેજી સાથે 89 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની તરફથી ઉપાડ થતા ચાંદી મોંઘી થઈ છે. આમ ગત ચાર દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં 5,200 રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે.
આજના ચાંદીનો નવો ભાવ
ચાંદીના ભાવની વાત કરીએ તો આજે દિલ્હીમાં બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. આજે એક કિલો ચાંદીની કિંમત 89,600 રૂપિયા છે. જયારે ગઈકાલે આ ભાવ 89,500 રૂપિયા પ્રતિ કિલો હતો. જેથી ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.
22 અને 24 કેરેટ સોનામાં શું તફાવત હોય છે?
24 કેરેટનું સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ આશરે 91.9 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા ઝિંકા, તાંબુ, ચાંદી અને બીજી ધાતુઓ મળીને દાગીના તૈયાર કરવામાં આવે છે. 24 કેરેટ સોનું શુદ્ધ હોય છે. પરંતુ દાગીના નથી બનાવવામાં આવતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ કોલથી જાણો સોના-ચાંદીના નવા ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાની જ્વેલરીનો તાજો ભાવ જાણવા માટે મોબાઈલ નંબર 8955664433 ઉપર મિસ્ડ કોલ કરો. થોડીવારમાં તમને એસએમએસથી સોનાનો નવો રેટસ મળશે.










