- કારોબારના પ્રથમ દિવસે સોમવારે સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નહીં
- આજે સોનું 10 ગ્રામ પ્રતિ 72,540 રૂપિયા, ચાંદી 91000 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ
- આજે બકરી ઈદની રજાના કારણે MCX પર કોઈ કામકાજ નહીં થાય
કારોબારના પહેલા દિવસે એટલે કે, સોમવારના દિવસે પણ સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સોનું 72,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદી 91,000 રૂપિયાથી વધુના ભાવ પર કારોબાર કરી રહી છે. તો વળી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા હોય છે. તેથી આ બે દિવસે કોઈ કામ કરવામાં આવતું નથી. આ સિવાય આજે બકરી ઈદની રજાના કારણે MCX પર કોઈ કામકાજ થશે નહીં. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર છે.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે 24 કેરેટ સોનું 72690 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે મુંબઈ, પૂણે, કોલકાતા અને કેરળમાં 24 કેરેટ ગોલ્ડનો 7,254 પ્રતિ 10 ગ્રામ રેટ પર ટ્રેંડ કરી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા અને અમદાવાદમાં આજે શુદ્ધ સોનાનો ભાવ 72590 પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં 24 કેરેટ સોનું 73140 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે કારોબાર કરી રહ્યું છે.
22 કેરેટ ગોલ્ડનો તાજો ભાવ
22 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો દિલ્હીમાં આજે સોનું 66640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેપાર કરી રહ્યું છે જ્યારે મુંબઈ, કોલકાતા, પૂણે અને કેરળમાં 66490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ટ્રેડ કરી રહ્યું છે. આ ઉપરાંત ચેન્નઈમાં આજે 22 કેરેટ ગોલ્ડની કિંમત 67040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. જ્યારે વડોદરા અને ગુજરાતમાં 66540ના ભાવે કારોબારમાં છે.
આ ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે
તમને જણાવી દઈએ કે સોમવારે ચાંદીના ભાવમાં કોઈ પરિવર્તન નથી. ચાંદી પોતાના જૂના રેટ પર જ વેપાર કરી રહ્યું છે. એમસીએક્સ પર પાંચ જુલાઈ 2024ની ડિલિવરી ધરાવચી ચાંદી 89155 રૂપિયાના ભાવ પર વેપાર કરી રહી છે. જ્યારે પાંચ સપ્ટેમ્બરની ચાંદી 91145 કિલોના ભાવે વેચાઈ રહી છે. આ સિવાય પાંચ ડિસેમ્બરના વાયદા ડિલિવરી વાળી ચાંદી 93553 રૂપિયાના રેટ પર ટ્રેડ કરી રહી છે.