[[$googlead]]
તહેવારોની સિઝન અને લગ્નસરાને લીધે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. છૂટક ભાવમાં ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગયા છે. જો કે, વાયદા બજારમાં આજે ગુરુવાર 24 ઑક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવ્યા છે. કારણ કે, પ્રોફિટ બુકિંગ આવવાથી ભાવ સરક્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર ઈન્ટ્રાડેમાં 2772 ડોલરનો રેકોર્ડ બનાવીને સોનું આશરે 40 ડોલર નીચે સરકી ગયું હતું. જ્યારે સ્થાનિક માર્કેટમાં 800 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. અને ચાંદીમાં પણ 2900 રૂપિયા તૂટયા હતા. 

મળતી માહિતી અનુસાર, હાજર બજાર અને એમસીએક્સમાં ચાંદીના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચવા દેશમાં સિઝનની માંગ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ જેવા ઘણા કારણોને લીધે ફેરફાર થયો છે. જુલાઈમાં સરકારે સોના અને બીજી ધાતુઓની કિંમતમાં કસ્ટમ ડ્યૂટીમાં કાપ પછી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સાત ટકાનો ઘટાડો આવ્યો હતો. જો કે, ચાલુ તહેવારોની સિઝનને લીધે અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની આશા અને યુદ્ધ જેવી સ્થિતિઓને લીધે ભારતીય ગ્રાહકોની માંગ વધવાથી બુલિયન માર્કેટમાં ઉછાળો આવ્યો છે. 

દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં બુધવારે સતત છઠ્ઠા કારોબારી સત્રમાં સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. તેનું મુખ્ય કારણ તહેવારો અને લગ્નની સિઝનની માંગ છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી.

સોનું રૂપિયા 500 વધીને રૂપિયા 81,500 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ચાંદી રૂપિયા 1,000 વધી રૂપિયા 1.02 લાખ પ્રતિ કિલો પર પહોંચી હતી. 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાના સોનાના ભાવ અનુક્રમે રૂપિયા 500 વધી રૂપિયા 81,500 પ્રતિ 10 ગ્રામ અને રૂપિયા 81,100 પ્રતિ 10 ગ્રામ થયા હતા.

ચાંદી રૂપિયા 1,000 વધીને રૂપિયા 1.02 લાખ પ્રતિ કિલોની નવી ટોચે પહોંચી હતી, જે મંગળવારે રૂપિયા 1.01 લાખ પ્રતિ કિલોએ બંધ હતી. છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં રૂપિયા 10,000નો વધારો થયો છે. 16 ઑક્ટોબરથી સોનું 2,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યું છે.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

  • Follow us on: