લગ્ન સિઝન શરૂ થઇ છે. અને તેવામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ વધતા ભાવમાં સામાન્ય પરિવારની કમર તૂટી રહી છે. વૈશ્વિક વેપાર અને આર્થિક દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા વચ્ચે, સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણ વધી રહ્યું છે અને કિંમતો મજબૂત થઈ રહી છે. સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને બધા રેકોર્ડ તોડી રહ્યા છે. જો આ જ રીતે વધારો ચાલુ રહેશે તો ટૂંક સમયમાં સોનાનો ભાવ આસમાનને પાર જશે.
સોનાના ભાવ જાણો
ભારતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹7,890 અને 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,607 છે. તો આ તરફ, અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹7,895 અને 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,612 છે. દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹7,905 અને 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,622 છે. તો મુંબઈમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹7,890 અને 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,607 છે. તો બીજી તરફ, ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹7,890 અને 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹8,607 છે.
ચાંદીની શું છે કિંમત?
ભારતમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹100.50 અને પ્રતિ કિલોગ્રામ ₹1,00,500 છે. ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે બંને દિશામાં આગળ વધે છે.
આ રીતે ચેક કરો સોનાનો ભાવ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય, ibja શનિવાર અને રવિવારે રેટ જાહેર કરતું નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક ભાવ જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ દરો ટૂંક સમયમાં SMS દ્વારા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, નિયમિત અપડેટ્સની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવો વિશે માહિતી આપે છે. આ બધી કિંમતો કર અને મેકિંગ ચાર્જ પહેલાંની છે. IBJA દ્વારા જાહેર કરાયેલા દરો સમગ્ર દેશમાં માન્ય છે પરંતુ તેના ભાવમાં GSTનો સમાવેશ થતો નથી. કૃપા કરીને નોંધ લો કે ઘરેણાં ખરીદતી વખતે, સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.









