- ત્રણ દિવસ બાદ સોના-ચાંદીના ભાવ બદલાતા સોની બજારમાં રોનક આવી
- સરકારે સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડતા બંને ધાતુ સસ્તી થઈ
- એસએમએસથી પણ સોના -ચાંદીના ભાવ જાણી શકાય છે
કેન્દ્ર સરકારે મંગળવારે સોના અને ચાંદી સહિત ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવાની જાહેરાત કરી છે. સરકારની આ મહત્ત્વની જાહેરાત પછી દિલ્હીમાં સોનાનો ભાવ 3,350 રૂપિયા ઘટીને 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી. ચાંદી પણ 3,500 રૂપિયા ઓછા થઈ 87,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી સોનું તૂટયું
દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ એક હજાર રૂપિયાનો ભારે ઘટાડા સાથે 70,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહી. જ્યારે ચાંદી 3,500 રૂપિયાના ઘટાડાની સાથે 84 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. સરકારે મંગળવારે બજેટમાં સોના અને ચાંદી સહિતના ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવાની જાહેરાત કરતા સોના અને ચાંદીના ભાવ તૂટવા લાગ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત સંકેતના લીધે દેશના બુલિયન માર્કેટમાં ત્રણ દિવસ બાદ રોનક પરત ફરી છે. જેથી કિંમતી ધાતુઓમાં થોડી મજબૂતાઈ જોવા મળી. દિલ્હીના બુલિયન બજારમાં શુક્રવારે સોનું 50 મજબૂત થઈ 70,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું.
વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી
મજબૂત હાજર માંગ વચ્ચે સટોડિયાઓ તરફથી તાજા સોદાના લેવાલ કરતા વાચદા કારોબારમાં શુક્રવારે સોનાના ભાવ 328 રૂપિયાની તેજીની સાથે 67,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ. મલ્ટિ કોમોડિટી એક્સચેંજમાં ઓગસ્ટ મહિનામાં ડિલીવરી વાળા કરારનો ભાવ 328 રૂપિયા એટલે કે 0.49 ટકાની તેજીની સાથે 67,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. આમાં 6050 લોટનો કાોબાર થયો. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનું 0.70 ટકાની તેજીની સાથે 2,416.70 ડોલર પ્રતિ ઔંસ થયું.
ચાંદીના વાયદા ભાવમાં ઘટાડો
શુક્રવારે વાયદા કારોબારમાં ચાંદીના ભાવ 321 રૂપિયાના ઘડાડા સાથે 81,010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા હતા. એમસીએક્સમાં ચાંદીના સપ્ટેમ્બર મહિનામાં ડિલીવરી વાળા 321 રૂપિયા એઠલે કે 0.39 ટકાના ઘટાડા સાથે 81,010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદીના ભાવ 1.13 ટકાની હાનિ સાથે 28.99 ડોલર પ્રતિ ઔંસ રહી ગઈ હતી.













