નવરાત્રિ અગાઉ સોના અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તે પહેલા પિતૃપક્ષમાં ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે રવિવાર 22 સપ્ટેમ્બર 2024ના રોજ દેશમાં સોનાના ભાવ તેના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. ધાર્મિક અને પારંપરિક તહેવારો પર સોના અને ચાંદીની ખરીદી વધી જતી હોય છે. જેથી ભાવમાં ઉછાળો જોવા મળતો હોય છે. જેથી પહેલા જાણી લો તમારા શહેરના ભાવ.
દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 69,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ આટલી જ છે. જ્યારે પટણામાં 22 કેરેટ સોનું 69,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં ટ્રેડમાં છે. 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો તે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 76,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે પટણામાં તે 75,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનું 69,650 રૂપિયા અને 24 કેરેટ સોનું 75,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનું 69,600 રૂપિયા અને 24 કેરેટ સોનું 75,930 રૂપિયામાં ઉપલબ્ધ છે. ગુરુગ્રામ અને લખનૌમાં 22 કેરેટ સોનું 69,750 રૂપિયા અને 24 કેરેટ સોનું 76,080 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
બેંગાલુરુમાં પણ 22 કેરેટ સોનાની કિંમત 69,600 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 75,930 રૂપિયા છે. જયપુરમાં 22 કેરેટ સોનું રૂ. 69,750 અને 24 કેરેટ સોનું રૂ. 76,080માં વેચાઈ રહ્યું છે, જ્યારે ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનું રૂ. 69,630 અને 24 કેરેટ સોનું રૂ. 75,930માં ઉપલબ્ધ છે. હૈદરાબાદમાં પણ 22 કેરેટ સોનું 69,600 રૂપિયા અને 24 કેરેટ સોનું 75,930 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવ ઓછા નથી. જે વર્તમાનમાં 93 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે.
MCX ઉપર આ ભાવ ઉપર સોનું બંધ થયું
18 સપ્ટેમ્બરના રોજ એમસીએકેસ પર છેલ્લા કારોબારી સત્રમાં ચાર ઑક્ટોબરની ડિલીવરી વાળું ગોલ્ડ 74040 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. જો કે, પાંચ ડિસેમ્બરનું ફ્યૂચર ડિલીવરીવાળું સોનું 74821 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર બંધ થયું હતું.
એમસીએક્સ પર પાંચ ડિસેમ્બરના વાયદા ડિલીવરી વાળી ચાંદી 90135 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. આ ઉપરાંત પાંચ માર્ચ 2025ની વાયદા ચાંદી 92587 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. પાંચમી મેના વાચદા કારોબાર વાળી ચાંદી 94099 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.