ધનતેરસ અને દિવાળી પહેલા એકવાર ફરીથી કોમોડિટી માર્કેટમાં તેજી જોવા મળી છે. ગત કેટલાક કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે. કેટલાક અઠવાડિયા બાદ બુલિયન માર્કેટમાં સોનું એકવાર ફરી રેકોર્ડ હાઈ તરફ આગળ ધપ્યું છે. સોમવારે જોરદાર તેજીની સાથે સોનું 78,240ના લેવલ સુધી પહોંચી ગયું છે. જ્યારે ચાંદીમાં પણ તેજી યથાવત્ છે. કારોબારી સત્રમાં ચાંદીએ પણ 98,224ની હાઈ લેવલ સપાટીએ સ્પર્શ કર્યો છે.
માર્ચ કોન્ટ્રાક્ટનો દર પ્રથમ વખત રૂપિયા એક લાખને વટાવી ગયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન તે 100564 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. મે કોન્ટ્રેક્ટનો રેટ પણ રૂપિયા 2775 વધીને રૂપિયા 101996 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
દેશના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં ભારે તેજી નોંધાઈ રહી છે. સ્થાનિક વાયદા બજારમાં બંનેના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળી અને લગ્નસરાની સિઝનમાં મજબૂત માંગના કારણે તેજી નોંધાઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાના રેકોર્ડ સ્તરને વટાવી ગઈ છે. સોનાના ભાવ પણ અત્યાર સુધીના ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે
સોના-ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે. તેનું કારણ ભૌગોલિક-રાજકીય તણાવ વધી રહ્યો છે. કારણ કે મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થતો જણાતો નથી. આ ઉપરાંત વૈશ્વિક જોખમ પણ ભાવમાં ઉત્સાહ વધારી રહ્યું છે.
આગામી મહિને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે. ચીનમાં પણ એક્શન જોવા મળી રહ્યું છે. ઔદ્યોગિક માંગમાં વધારાને કારણે ચાંદીની કિંમત 40 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
વિદેશી બજારોમાં સોનું અને ચાંદી
વિદેશી બજારોમાં પણ ચાંદીના ભાવમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર ચાંદીના દરમાં આશરે ત્રણ અને ક્વાર્ટર ટકાનો વધારો થયો છે, જે 34.30 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયું છે. સોનું પણ લગભગ અડધા ટકાની મજબૂતાઈ સાથે 2746 પ્રતિ ડોલર ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બંનેના ભાવ હાલમાં તમામ ઓલ ટાઈમ હાઈના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.