આજે એટલે કે, શુક્રવારે સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. તહેવારની સિઝન અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ઉપરાંત બીજા કારણોથી પણ સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. કિંમતી ધાતુઓમાં સતત સોનાના ભાવમાં શુક્રવારે ફરી તેજી જોવા મળી છે. ભારતમાં 24 કેરેટ સોનાના ભાવ ચાર ઑક્ટોબરે ગત સત્રની સરખામણીએ 110 રૂપિયા વધીને 77,560 પ્રતિ 10 ગ્રામ થયા છે. જેથી સોનાની ચમક સતત વધી રહી છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.


22 કેરેટ સોનાનો ભાવ પણ ગત સત્રની સરખામણીમાં 100 રૂપિયા મોંઘા થઈને 71,100 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરતો જોવા મળ્યો. આ રીતે 18 કેરેટ સોનાના ભાવ 80 રૂપિયા વધીને 58,170 પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીના ભાવમાં પણ આજે કોઈ બદલાવ નથી જોવા મળ્યો. ચાંદી ગઈકાલના લેવલ 95 હજાર પ્રતિ કિલોગ્રામના ભાવે કારોબાર કરી રહી છે. 

એમસીએક્સ પર શું વલણ બતાવે છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર, શુક્રવાર, ડિસેમ્બર 5 માટે સોનાનો વાયદો સવારે 10:16 વાગ્યે 0.17 ટકાના વધારા સાથે 76,370 રૂપિા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. એ જ રીતે 5 ડિસેમ્બરે ચાંદીનો વાયદો 0.29  ટકાના ઉછાળા સાથે 93,249 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

માત્ર 10 દિવસમાં સોનામાં 1100 રૂપિયાનો વધારો ઝીંકાયો

મળતી માહિતી અનુસાર, દેશમાં સોનાના ભાવમાં ગત 10 દિવસમાં 1100 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે. આ અગાઉ 24 સપ્ટેમ્બર 2024ના રોજ 22 કેરેટ સોનાના ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે 71,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. 

દેશના મુખ્ય શહેરોનો સોનાનો આજનો ભાવ

ક્રમશહેર22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)24 કેરેટ સોનાનો ભાવ  (પ્રતિ 10 ગ્રામ)
1દિલ્હી71,250 રૂપિયા 77,710 રૂપિયા
2મુંબઈ71,100 રૂપિયા77,560 રૂપિયા
3કોલાકાતા71,100 રૂપિયા77,560 રૂપિયા
4ચેન્નઈ71,100 રૂપિયા77,560 રૂપિયા
5સુરત71,150 રૂપિયા77,610 રૂપિયા
6અમદાવાદ71,150 રૂપિયા77,610 રૂપિયા


સોની ખરીદતા પહેલા આ જાણી લો

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.

24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.

સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.

24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.

22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.

24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.

  • Follow us on: