અઠવાડિયાના પહેલા દિવસે સોના અને ચાંદીના વાયદા ભાવનો પ્રારંભ નબળો રહ્યો છે. બંનેના વાયદા ભાવ ઘટાડાની સાથે ખુલ્યા છે. આજે 11 નવેમ્બર સોમવારે સોનાના વાયદા ભાવ 76,750 રૂપિયાની નજીક જ્યારે ચાંદીના વાયદા ભાવ 90,950 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોના અને ચાંદીના વાયદા ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનાના ભાવમાં કડાકો બોલાયો
સોનાના વાયદા ભાવની શરૂઆત ઘટાડાની સાથે થયો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટાર્કટ આજે 304 રૂપિયાના ઘટાડાની સાથે 76,968 રૂપિયાના ભાવ પર ખુલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 487 રૂપિયાના ઘટાડાની સાથે 76,785 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 76,968 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 76,716 રૂપિયાના ભાવ પર દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. સોનાના વાયદા ભાવે આ વર્ષે 79,775 રૂપિયાના ભાવ પર ઓલટાઈમ સપાટીને સ્પર્શ કર્યો હતો.
ચાંદીના ભાવમાં પણ સુસ્તી જોવા મળી
ચાંદીના વાયદા ભાવની શરૂઆત પણ ઘટાડાની સાથે થયા હતા. એમસીએક્સ ઉપર ચાંદીનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 266 રૂપિયાના ઘટાડાની સાથે 91,003 રૂપિયા પર ખુલ્યો હતો. છેલ્લા આ કોન્ટ્રાક્ટ 318 રૂપિયાના ઘટાડા સાથે 90,951 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 91,003 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 90,730 રૂપિયાના ભાવે દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ચાંદીનો વાયદા ભાવે એક લાખ કરતાં વધુ રૂપિયાના ભાવ પર ઓલટાઈમ હાઈ સપાટીને વટાવી હતી.
સોનું ખરીદતા સમયે આ વાતનું ધ્યાન રાખો
સોનાના દાગીના ખરીદતી વેળાએ કદી પણ ક્વોલિટીને અવગણશો નહિ. હોલમાર્ક જોઈને દાગીના ખરીદો, જેથી કારણ કે, આ સોનાની સરકારી ગેરન્ટી છે. તમને જણાવી દઈએ કે, ભારતની એકમાત્ર એજન્સી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ છે (BIS), હોલમાર્ક નક્કી કરે છે. તમામ કેરેટના હોલમાર્ક પોઈન્ટ જુદાજુદા હોય છે, જેને જોઈને સમજીને જ તમે સોનું ખરીદો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના-ચાંદીના વાયદાના ભાવ ઘટાડા સાથે શરૂ થયા હતા. કોમેક્સ પર સોનું 2,692.10 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું હતું. અગાઉનો બંધ ભાવ 2,694.80 ડોલર પ્રતિ ઔંસ હતો. છેલ્લે આ 19.10 ડોલરની નીચે 2,675.70 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદો 31.41 ડોલર પર ખુલ્યો, જે અગાઉનો બંધ ભાવ 31.44 ડોલર હતો. છેલ્લે આ 0.20 ડોલરના ઘટાડા સાથે 31.24 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઘડામણ ચાર્જ અને ટેક્સના ભાવ અલગથી
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી જાહેર કિંમતોનો જુદીજુદી શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આઈબીજેએ તરફથી જાહેર કરાયેલા ભાવ ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતું. દાગીના ખરીદતા સમયે સોના અને ચાંદીના રેટ ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ
સોના-ચાંદીની કિંમત તમે ઘરે બેઠા-બેઠા મિસ્ડ કોલથી પણ ચેક કરી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડના ભાવ જાણવા માટે તમે 8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમને મોબાઈલ ઉપર એસએમએસથી નવા ભાવની જાણકારી મળશે.













