- સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો
- સોનાની કિંમત રૂપિયા 70,000ની નજીક પહોંચી
- અમદાવાદમાં 22 કેરેટ સોના 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ સોનું સસ્તું થઈ ગયું છે. સોનાની કિંમત સસ્તી થઈને 70,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી થઈ છે જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ યોગ્ય સમય છે. સતત ઉછાળા બાદ સોનામાં હવે ઘટાડો થયો છે.
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.99 ટકાના ઘટાડા સાથે 70492 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. આ સિવાય આજે ચાંદીની કિંમત 0.94 ટકા ઘટીને 79821 રૂપિયા પ્રતિ કિલો છે. આજે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
મુંબઈમાં સોનાનો ભાવ
દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,540 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 73,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોના 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 73,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટ સોનાની કિંમત શું છે?
દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત ક્રમશઃ 67,690, 67,540 અને 68,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય મુંબઈમાં સોનાની કિંમત 67540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
નિષ્ણાતોનું માનવું છે કે ફેડ રિઝર્વના વ્યાજ દરમાં કાપના અંદાજની અસર દેખાવા લાગી છે. આ સાથે મધ્ય પૂર્વ તણાવમાં શાંતિની અસર પણ દેખાઈ રહી છે. તે જ સમયે, જો મધ્ય પૂર્વમાં તણાવ ફરી ભડકશે તો વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ $3000 સુધી જઈ શકે છે.
અમેરિકામાં પણ સોનાના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે અમેરિકન બજારોમાં સોનાની કિંમત 1.15 ટકા ઘટીને $2,306.8 પ્રતિ ઔંસ પર છે. આ સિવાય ચાંદીની કિંમત 1.13 ટકા ઘટીને 27.01 ડોલર પ્રતિ ઔંસ પર છે.