આજે ગોવર્ધન પૂજા દિવસ છે તેમજ વિક્રમ સંવંત 2081નું નવું વર્ષ છે. આજે આખા દેશમાં ગોવર્ધન પૂજાનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પછી ઉજવાતા આ તહેવારના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ ઓછો થયો છે. દેશમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ 500 રૂપિયા સુધી ઓછો થયો છે. 24 કેરેટ સોનાની કિંમત 80,600 રૂપિયાની આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો રેટ 73,800ના સ્તરે છે. ચાંદી એક કિલોગ્રામનો 96,900 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.
દેશમાં આજનો સોનાનો ભાવ:
| ક્રમ | શહેર | 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ | 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
|
| 1 | દિલ્હી | 73,990 રૂપિયા | 80,700 રૂપિયા |
| 2 | કોલકાતા | 73,840 રૂપિયા | 80,550 રૂપિયા |
| 3 | મુંબઈ | 73,840 રૂપિયા | 80,550 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 73,840 રૂપિયા | 80,550 રૂપિયા |
| 5 | અમદાવાદ | 73,890 રૂપિયા | 80,600 રૂપિયા |
ચાંદીમાં ત્રણ હજાર રૂપિયા તૂટયા
સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદી રૂપિયા 3,000 ઘટીને રૂપિયા 97,000 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી, જે અગાઉ 1 નવેમ્બરે રૂ. 100,000 પ્રતિ કિલો હતી.
ભાવ વધુ ઘટી શકે છે
મળતી માહિતી અનુસાર, દિવાળી પછી હવે બજાર ખુલ્લું છે અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આગળ તેની કિંમતોમાં થોડો વધુ ઘટાડો થવાની અપેક્ષા છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો