આજે 3 માર્ચ 2025ના દિવસે એટલે કે સતત ચોથા દિવસે સોનાન ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ 240 રૂપિયા ઓછો થયો છે. તો 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયાની ઘટ જોવા મળી છે. દેશના મેટ્રો સીટીમાં સોનાનો ભાવ 86 હજાર 600 રૂપિયા છે. તો 22 કરેટે સોનાનો ભાવ 79 હજાર 300 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 96 હજાર 900 રૂપિયા જોવા મળી છે.
સોનું આજે કયા કિંમતે પહોંચ્યુ?
ડૉલરની મજબૂતીના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોઇ શકાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા બાદ ડૉલર મજબૂત બન્યો છે. આ ઉપરાંત, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો મુલતવી રાખવાની અટકળોએ પણ બુલિયન બજાર પર દબાણ વધાર્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે સોનાના ભાવ નબળા રહ્યા છે. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 8 હજાર 677 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તો 22 કેરેટ સોનાની કિંમત 7 હજાર 955 પ્રતિ ગ્રામ રૂપિયા છે.
મેટ્રો સીટીમાં શું છે આજના પ્રતિ ગ્રામ સોનાના ભાવ ?
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | ₹7,945 | ₹8,667 |
| દિલ્હી | ₹7,955 | ₹8,677 |
| મુંબઇ | ₹7,940 | ₹8,662 |
| ચેન્નઇ | ₹7,940 | ₹8,662 |
| કોલકાતા | ₹7,940 | ₹8,662 |
આજનો ચાંદીનો શું છે ભાવ ?
3 માર્ચ 2025ના રોજ ચાંદી બજારમાં ચાંદીનો ભાવ 96 હજાર 900 રુપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. ચાંદીના ભાવમાં વધુ ફેરફાર જોવા મળ્યા નથી.
કેવી રીતે થાય છે કિંમત નક્કી ?
ભારતમાં સોનાની કિંમત કેટલીયે વસ્તુઓના કારણે બદલાય છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારના કરવેરા અને રૂપિયાની કિંમતમાં ઉતાર-ચઢાવ. સોનું એ માત્ર રોકાણ કરવા માટેનું સાધન નથી. પરંતુ આપણી પંરપરા અને તહેવારનો એક અભિન્ન અંગ છે. ખાસ કરીને તહેવાર અને લગ્ન પ્રસંગમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળે છે.