• દેશના મોટાભાગના શહેરોમાં સોનું મોંઘુ
  • ચાંદીની કિંમત 83,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ
  • શહેરોમાં 10 ગ્રામ સોનું 600 રૂપિયા મોંઘુ થયું

બજેટ બાદ સોના-ચાંદીનાં ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે હવે આજે 10 ઓગસ્ટ 2024ના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે. દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનું 600 રૂપિયા મોંઘુ થયું છે. 

શનિવારે સોના-ચાંદીનાં ભાવમાં થયો ફેરફાર

શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત વધીને 70,250 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 70,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને બિહારમાં 70,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની કિંમત 83,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. 

દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 64,441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 70,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ

હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 64,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 64,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 70,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ

શહેર22 કેરેટ સોનાના ભાવ24 કેરેટ સોનાના ભાવ
ચેન્નાઈ64,26070,100
કોલકાતા 64,26070,100
ગુરુગ્રામ 64,441 70,250
જયપુર64,441 70,250
હૈદરાબાદ 64,260  70,100

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.

  • Follow us on: