આજે 14 ઑક્ટોબરે સોમવારે કારોબારના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં મંદી જોવી મળી રહી છે. આજે સોનું 27 રૂપિયા સસ્તું થઈને 76251 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે અને ચાંદી 584 રૂપિયા ઘટીને 910239 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણમાં છે. 

એમસીએક્સ પર ગોલ્ડ સિલ્વરની સ્થિતિ
આજે, 5 ડિસેમ્બરે ભાવિ ડિલિવરી સાથેનું સોનું 76251 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું હતું અને સવારે 10:00 વાગ્યા સુધી 20734 લાખ રૂપિયાના સોનાના ઓર્ડર બુક થયા છે. ઉપરાંત, 5 ફેબ્રુઆરીએ ભાવિ ડિલિવરી સાથે સોનું 76758 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું હતું અને છેલ્લે આ 1654 લૉટ સોનાનો વેપાર થયો હતો જેની કિંમત 767 લાખ રૂપિયા હતી. મલ્ટી કોમોડિટી માર્કેટમાં 5 ડિસેમ્બરે ચાંદી 91239 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. જ્યારે 5 માર્ચે ચાંદી 93777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલીને 93539 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

દિલ્હી અને અન્ય શહેરોમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત
દિલ્હી અને ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 71,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 71,150 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 77,620 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનું રૂ.71,200 અને 24 કેરેટ સોનું રૂ.77,670ના ભાવે વેચાઈ રહ્યું છે.

આ સિવાય ચેન્નાઈ, કોલકાતા, લખનઉ અને જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 71,150 રૂપિયાથી 71,300 રૂપિયાની વચ્ચે છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,620 રૂપિયાથી 77,770 રૂપિયાની વચ્ચે છે. બેંગાલુરુ અને ભુવનેશ્વરમાં આ દરો છે, જ્યારે પટનામાં 22 કેરેટ સોનું 71,200 રૂપિયા અને 24 કેરેટ સોનું 77,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.

મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
  • Follow us on: