ગુરુવારે સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. તેનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઓછી માંગ છે. અમેરિકા અને યુરોપ વચ્ચે વેપાર વધવાને કારણે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનતા નથી. નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થઈ શકે છે. ત્યારે આવો જાણીએ ગુરુવાર 29 મે 2025 ના રોજ દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીના ભાવ શું છે.


[[$googlead]]

સોનાનો આજનો ભાવ 

ગુરુવાર 29 મે ના રોજ, સતત બીજા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં, સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 97,100 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 88,900 રૂપિયા છે. ત્યારે આવો જાણીએ મેટ્રો સિટીમાં શું છે સોના ચાંદીનો ભાવ.

[[$alsoread]]

મેટ્રો સીટીમાં શું છે આજના પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ ?


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 89,00097,090
દિલ્હી 89,100 97,190
ચેન્નાઇ 88,950 97,040
મુંબઇ 88,950 97,040
કોલકાતા 89,950 97,040

આજનો ચાંદીનો ભાવ

ગુરુવાર, 29 મે, 2025 ના રોજ ચાંદીનો ભાવ 99900 રૂપિયા છે. જે ગઇકાલે એક લાખ રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે કે આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: