સોના ચાંદીના ભાવમાં વધઘટ રોજબરોજ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે તો ક્યારેક ઘટે છે. ત્યારે ગઇકાલની સરખામણીએ આજની વાત કરીએ તો, આજે સોનાનો ભાવ 400 રૂપિયા વધ્યો છે. આજે 24 કેરેટ સોનાનો શું છે ભાવ અને ચાંદીનો પણ શું છે ભાવ તે વિશે જાણીએ.


[[$googlead]]

સોનાનો આજનો ભાવ

આજે શુક્રવાર 30 મે, સોનાનો ભાવ લીલા નિશાન પર ખુલ્યો. ગઈકાલની સરખામણીમાં, સોનાનો ભાવ 400 રૂપિયા સુધી વધ્યો. 24 કેરેટ સોનાનો ભાવ 97,400 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89,300 રૂપિયા છે. ત્યારે આવો જાણીએ 30મે, શુક્રવાર 2025 ના રોજ દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીના ભાવ શું હતા.

[[$alsoread]]

ચાંદીનો ભાવ

શુક્રવારે 30મેના રોજ ચાંદીનો ભાવ 99,900 રૂપિયા નોંધાયો છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર

અમદાવાદ 89,250 97,360
દિલ્હી 89,350 97,460
ચેન્નાઇ 89,200 97,310
મુંબઇ 89,200 97,310
કોલકાતા 89,200 97,460

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: