સોના ચાંદીના ભાવમાં વધઘટ રોજબરોજ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે તો ક્યારેક ઘટે છે. ત્યારે સોમવારની સરખામણીએ આજની વાત કરીએ તો આજે સોનાનો ભાવમાં વધારો થયો છે. 3 જૂનના રોજ સોનાના ભાવમાં કેટલો વધારો થયો છે. તથા દેશના મેટ્રો સિટીમાં શું છે સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ આવો જાણીએ.
આજે સોનાનો ભાવ
મંગળવારે 3 જૂનના રોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. મોટા શહેરોમાં સોનાનો 10 ગ્રામનો ભાવ 99 હજારને પાર કરી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90 હજારને પાર કરી ગયો છે.
ચાંદીનો આજનો ભાવ
2 જૂનના રોજ સોનાનો ભાવ એક લાખ રૂપિયા હતો જેમાં આજે 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. એટલે કે ચાંદી 1,00,100 રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યું છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ અમદાવાદ | 90,850 | 99,060 |
| દિલ્હી | 90,850 | 99,060 |
| ચેન્નાઇ | 90,800 | 99,060 |
| મુંબઇ | 90,800 | 99,060 |
| કોલકાતા | 90,800 | 99,060 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









